બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગુજરાતના વધુ એક શહેરમાં 38 આરોપીઓના ગેરકાયદે બાંધકામ વિરૂદ્ધ તંત્રની તવાઇ, મકાનો તોડી પડાયા
Last Updated: 09:30 AM, 19 May 2025
રાજકોટમાં આરોપીઓની ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે.. 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા છે. મર્ડર, ચોરી, લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા છે. કુલ 2610 ચોરસ મીટર જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું છે, અને 6 કરોડ 52 લાખ 50 હજારની કિંમતની જગ્યા પર બુલડોઝર ચલાવી દેવાયું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં હાલમાં ઘણા સ્થળોએ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ઘણા નામચીન ગુનેગારોના ઘરો પર પોલીસે બુલડોઝર ફેરવી દીધા છે. .બુટલેગરો અને ગુનેગારોએ કાળી કમાણી કરીને ઉભી કરેલી મિલકતો તોડી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ
ADVERTISEMENT
આજે ખેડા, નવસારી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, વાવાઝોડાની પણ શક્યતા!
માત્ર રાજકોટ જ નહીં થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ આ રીતે આરોપીઓ દ્વારા ગેરકાયદે કમાણીમાંથી ઉભી કરેલી મિલકતો તોડી પાડવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.