બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video : રોડ રસ્તા તૂટ્યા તો બસ ફસાઈ, ખેતરો બેટ બન્યા, વરસાદ બાદ હાલત તો જુઓ

આફત / Video : રોડ રસ્તા તૂટ્યા તો બસ ફસાઈ, ખેતરો બેટ બન્યા, વરસાદ બાદ હાલત તો જુઓ

Priykant Shrimali

Last Updated: 09:01 AM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા તો ખાડાઓને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી

Weather Update : રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અત્ર-તત્ર-સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ સાથે અનેક નદી-નાળા છલકાઈ જવાને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની છે. આ સાથે અમદાવાદ સહિતના શહેરમાં ખાડાઓને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને અનેક ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે.

અરવલ્લીમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યા નવા નીર

વલસાડ જિલ્લામાં મેઘરાજાની જમાવટ, અનેક વિસ્તારોમાં મેઘ મહેર

ભરૂચના જંબુસરમાં ચાલુ વરસાદમાં નવા રોડની કામગીરી કરવામાં આવી

વરસાદમાં રોડનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ, ST ડેપોથી ટંકારી ભાગોળ સુધી રોડની કામગીરી ચાલુ, ચાલુ વરસાદમાં બનાત રોડની ગુણવત્તા પર સવાલ, તંત્રની બેદરકારીને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ

વડોદરામાં અકોટા ગટરના ગંદા પાણી ગરનાળામાં ફરી વળ્યા, વ્યવહાર ખોરવાયો

વડોદરામાં એક કલાક વરસાદ થતા અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયું

ભાવનગરમાં વાહનચાલકો ખાડામાં પડતા હોવાની ઘટના CCTVમાં કેદ, ખાડારાજમાંથી મુક્તિ ક્યારે?

જોઇ લો, ભાવનગરમાં તંત્રના પાપે પ્રજાના માથે ભમતું મોતના Live દ્રશ્યો

સુરતના ધારાસભ્યની ગ્રાન્ટના બાંકડા જસદણના જૂના પીપળીયામાં નખાયા, જુઓ વીડિયો

નખત્રાણાના ખોભડી નાની ગામે ભારે વરસાદ બાદ 20 ગાયો નદીમાં તણાઈ

થાર ચાલકનું બાઈક પર જઈ રહેલા મા-દીકરા સાથે અમાનવીય વર્તન

કચ્છના નખત્રાણા જળ બંબાકાર, બજારમાં નદીના વહેતા પાણી જેવા દ્રશ્યો સર્જાયા

કચ્છમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. આજે બપોર બાદ કચ્છના વિવિધ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રીથી જોવા મળી હતી. ખાસ કરીને નખત્રાણામાં ધોધમાર વરસાદથી જનજીવન પર અસર પડી હતી. નખત્રાણા ભારે વરસાદ બાદ ભુજ-લખપત ને જોડતો મુખ્ય હાઉવે માર્ગ અવરોધાયો હતો. તેમજ ધોધમાર વરસાદ થી નખત્રાણા મુખ્ય બજારોમાં નદીના નીર વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. એક તરફ ભારે વરસાદથી જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. માર્ગો પર કેળ સમા પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

બનાસકાંઠા: દાંતીવાડામાં ખેડૂતો પર કુદરતી આફત, ખેતરો બેટ બન્યા, જુઓ ડ્રોન દ્રશ્યો

અમદાવાદ: રોડ નંબર 5 કઠવાડા GIDC અને S P રિંગરોડ પર રસ્તો ગાયબ, પડ્યા ખાડે ખાડા

મોરબીનું તંત્ર ખાડે ગયું! આલાપ રોડ પર પાણી ભરેલા ખાડામાં પડી મહિલા, ઠાલવ્યો રોષ

વરસાદી પાણીમાં ફસાયેલી મહિલાએ વીડિયો બનાવી રાજકોટ તંત્ર સામે ઠાલવ્યો રોષ, ડ્રેનેજ સિસ્ટમ સુધારવા અપીલ

રાજકોટમાં મહિલાએ વીડિયો બનાવી તંત્ર સામે ઠાલવ્યો રોષ, મહિલાનું એક્ટિવા પાણીમાં બંધ થતાં રિક્ષાનો લીધો સહારો, રિક્ષા પણ વરસાદી પાણીમાં ખોટકાતા થઈ પરેશાની, મહિલાએ તંત્રને ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવા કહ્યું, મહિલાએ વીડિયો વાયરલ કરી સત્તાધિશોને અરીસો બતાવ્યો, વરસાદે મહાપાલિકાની ડ્રેનેજ સિસ્ટમનું કર્યું રિયાલિટી ચેક,રસ્તા પરના પાણી ન ઓસરતા સામાન્ય લોકોને મુશ્કેલી મોંઘી કારમાં ફરતા સત્તાધિશોને સામાન્ય જનતાની પરેશાની ક્યારે દેખાશે?

દેવભૂમિ દ્વારકા: મોટા કાલાવડ ગામે મેઘરાજાની તોફાની બેટિંગ, ચારે તરફ ભરાયા પાણી

આ પણ વાંચો : Gujarat માં સાર્વત્રિક વરસાદ, રાજ્યનાં 196 તાલુકાઓમાં બહબહાટી

સાવરકુંડલા રોડ પર મહુવાથી અમરેલીની બસ રસ્તાની સાઈડના ખાડામાં ફસાઈ

અમરેલીના લીલીયાના ભોરીગડા ગામે GSRTCની બસ પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું કરાયું રેસ્ક્યૂ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain potholes on the road Weather update
Priykant Shrimali
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ