બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:40 PM, 19 June 2025
1/6
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે ધરમપુરની અનેક નદીઓમાં પૂર જેવો માહોલ સર્જાયો છે. વાગલધરા ગામ પાસે વહેતી ખરેરા નદીનો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ખરેરા નદી પરના કોઝવે પરથી એક વાહન ચાલક તણાયો હતો. જેને NDRFની ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે
2/6
ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં શહેરના મુખ્ય રસ્તાઓ બિસ્માર બન્યા છે. શહેરના ગેલ કોલોનીથી શ્રવણ ચોકડી સુધીનો માર્ગ તો અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તામાં ઠેર-ઠેર ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાહદારીઓને પણ રસ્તા પરથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે. આ રસ્તાની સાઈડોમાં હાલમાં જ પાઈપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે સર્ફેસિંગ કરવામાં ના આવતા રસ્તાની હાલત ખખડધજ બની ગઈ છે. જેના કારણે આ રસ્તા પર અકસ્માતની પણ ભીતિ છે. સ્થાનિક લોકોએ તંત્રને અનેક રજૂઆત કરી હોવા છતાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી.
3/6
ભાવનગરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે માનવીઓ સાથે અબોલ પશુઓના પણ જીવ જોખમમાં મુકાયા છે..ભાલ પંથકમાં વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ઉદ્યાનમાંથી પસાર થતી ઘેલો, વેગડ (કેરી), કાળુભાર, માલેશ્રી, અલંગ તથા ૫રવાળીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. નદીના પ્રવાહમાં કાળિયાર તણાઇ ગયા હતા,,જંગલ વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કાળિયારના રેસ્કયૂ કર્યા હતા. જો કે પાણીના પ્રવાહમાં તણાઇ જતા 7 કાળિયારના મોત થયા. અભ્યારણ્યની બહાર એટલે કે રેવન્સયૂ વિસ્તારમાં અંદાજે 2 હજારથી વધુ કાળિયાર વસવાટ કરે છે. જ્યાં મીઠાના અગરો પણ આવેલા છે. અગરિયાઓ નદીના વહેણને રોકી દેતા નદી અને વરસાદના પાણી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળે છે. જેને લીધે કાળીયારના જીવને જોખમ ઉભું થાય છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોવા થતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
4/6
ધોરાજીમાં પહેલા વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે, જમનાવડ અને જૂનાગઢ રોડ પરના ખાડાઓમાં પાણી ભરાયા છે. ખરાબ રસ્તાને કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ચોમાસામાં કમરતોડ રસ્તાથી વાહનચાલકો ત્રસ્ત બન્યા છે, રસ્તા રિપેર ન કરાતા સ્થાનિકો પરેશાન થયા છે.
5/6
અમદાવાદમાં મોડી રાતે મુશળધાર વરસાદ વરસ્યો છે. સરેરાશ અઢીથી ત્રણ ઇંચ વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ઇસનપુર, ઓઢ, ગોતા, અજીતમિલ, સરસપુર, એસજી હાઇવે, અખબારનગર સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જો કે વરસાદ બંધ થયા પછી પણ પાણી ન ઓસરતા વાહનચાલકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા. પાણીમાં વાહન બંધ થઇ જતા લોકો પરેશાની ભોગ બન્યા હતા.
6/6
સુરતમાં વહેલી સવારથી વરસતા વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા છે. ઉગત વિસ્તારમાં મેટ્રોની કામગીરીના લીધે રોડમાં પાણી ભરાયું હતું. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી વાહનચાલકો હેરાન પરેશાન થયા છે. તંત્રની પ્રિ-મોનસૂન કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ