બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'આ તારીખે ગોંડલના અલગ અલગ વિસ્તારોમાં ફરીશ', અલ્પેશ કથીરીયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વિકારી
Last Updated: 09:42 AM, 26 April 2025
ગોંડલના ગણેશ જાડેજાએ બે દિવસ પહેલા વિરોધીઓને આપેલી ચીમકી પર પ્રતિક્રિયા સામે આવી છે. ગણેશ ગોંડલે જેમના પર નિશાન સાધ્યું હતું તે બન્ને નેતાઓ અલ્પેશ કથીરિયા અને વરુણ પટેલે ગોંડલ આવવાની વાત કહી છે.
ADVERTISEMENT
સુલતાનપુરમાં જાહેરસભામાં ગણેશ જાડેજાએ વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું... તેમણે કહ્યું હતું કે યુદ્ધ કરીને કોઈનું કલ્યાણ ન થાય. હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં રહીએ છીએ આવી જજો, મારી ગાડી 2 વાગે ગોંડલમાં જોવા મળશે, મર્દ ના દીકરા હોઈ તો આવી જજો તેમણે કહ્યું હતું કે 200 કિલોમીટર દુરથી વીડિયો બનાવીને ગેમ ન રમો જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો. .. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા અને જિગીશા પટેલ વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા. આ ઉપરાંત મેહુલ બોઘરા અને વરૂણ પટેલ વિરુદ્ધ પણ નારા લગાવાયા હતા.
મહત્વનું છે કે વરૂણ પટેલે કહ્યું હતું કે ગોંડલમાં પાટીદાર યુવક પર અત્યાચાર થયો. ગુજરાત સરકાર ગુંડાઓ સામે અભિયાન ચલાવે છે તો ગોંડલમાં પણ આવું અભિયાન ચલાવાય.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં 'ઓનર કિલિંગ'ની ઘટના, પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી બાપે દીકરીનું ગળું દબાવી કરી હત્યા
અલ્પેશ કથીરિયાએ ગોંડલ ગણેશની ચેલેન્જ સ્વીકારી લીધી છે. સોશિયલ મીડિયામાં અલ્પેશ કથીરિયાએ પોસ્ટ મૂકી અને કહ્યું 27 એપ્રિલે ગોંડલના અલગ અલગ વિસ્તારોમાં ફરીશ. આ તરફ આ મામલે વરુણ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે , તેમણે ગણેશ ગોંડલને જવાબ આપતા કહ્યું કે હું તમારી પાર્ટીનો જ માણસ છું.. ભૂતકાળમાં ગોંડલ સહિત આખુય ગુજરાત ફરી ચૂક્યો છું અને ફરીથી આખુ ગુજરાત ફરવાનો છું , ગોંડલમાં પણ આવીશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.