બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: ગુજરાતમાં મીની વાવાઝોડાંનો કહેર: લગ્ન મંડપ સાથે ખુરશીઓ હવામાં ઉડી, જાનૈયાઓએ આશરો લેવો પડ્યો
Last Updated: 11:20 AM, 24 May 2025
ADVERTISEMENT
Gir Somnath Heavy Rain : હવામાનની આગાહી વચ્ચે ગીર સોમનાથમાં મીની વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. અહીં એક લગ્ન પ્રસંગમાં વાવાઝોડાને કારણે વિનાશની સ્થિતિ બની હતી. સુત્રાપાડાના પાંડવા ગામ લગ્ન પ્રસંગમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. વિગતો મુજબ અહીં તોફાની પવનમાં લગ્નનો મંડપ હવામાં ઉડ્યો હતો. આ તરફ અચાનક પવન સાથે વરસાદથી જાનૈયાઓમાં દોડધામ મચી ગઈ હતી.
સુત્રાપાડાના પાંડવા ગામે અચાનક ભારે પવન સાથે આવેલ વરસાદને કારણે મંડપ અને ખુરશી ઉડતાં જાનૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જાનૈયાઓએ દોડીને નજીકના મકાનમાં આશરો લીધો હતો. અહીં ભારે વરસાદને કારણે લગ્નની સામગ્રી પણ પાણીમાં પલળી ગઈ હતી.
ADVERTISEMENT
સુત્રાપાડાના પાંડવા ગામે મીની વાવાઝોડાએ મચાવ્યો કહેર, લગ્નમંડપથી લઇને ખુરશીઓ હવામાં ઉડી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 24, 2025
(ગીર સોમનાથના સુત્રાપાડાના પાંડવા ગામે મીની વાવાઝોડું ફૂંકાતા લગ્ન મંડપ સહિત ખુરશીઓ હવામાં ઉડી. જેના લીધે પરિવારજનોએ નજીકના મકાનમાં આશરો લેવાની ફરજ પડી.)#girsomnath #girsomnathrain #gujarat… pic.twitter.com/QxbO1b6a2P
આ તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરના પગલે કાંઠાના ભાગોમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ગીર સોમનાથનો દરિયો તોફાની બન્યો છે. ઊંચા મોજા ઉછળ્યા છે. હાલની સ્થિતિએ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે.
વધુ વાંચો : ગુજરાતમાં મીની વાવાઝોડાનો કહેર: ક્યાંક લગ્નમંડપ ઉડ્યો, તો ક્યાંક ગામડાઓમાં અંધારપટ છવાયો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં ખાસ કરીને નવસારી, ગીર સોમનાથ, વલસાડ અને તાપી પંથકમાં વરસાદનું આગમન થયું છે. કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાઈ થયાનું પણ સામે આવ્યું છે. આ સાથે ગીર સોમનાથ પંથકમાં વાવાઝોડાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે. આ તરફ વીજળીના થાંભલાઓ ધરાશાયી થવાને કારણે અંદાજે સાતથી આઠ જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT