બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાત સરકારના ચાર IAS અધિકારીઓને સેન્ટ્રલમાં પોસ્ટીંગ, જાણો કયા અધિકારીની ક્યાં નિયુક્તિ કરાઇ ?
Last Updated: 08:29 AM, 14 June 2025
ગુજરાત સરકારના ચાર આઇએએસ અધિકારીઓને સેન્ટ્રલમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે, કયા છે આ ચાર અધિકારીઓ અને તેમને કેન્દ્રમાં ક્યાં પોસ્ટિંગ અપાયુ છે તેના પર નજર કરીએ.
ADVERTISEMENT
મનીષા ચંદ્રા
2004ની બેચના મનીષા ચંદ્રાને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતમાં પંચાયત અને રૂરલ હાઉસિંગ વિભાગના સેક્રેટરી હતા.
ADVERTISEMENT
કે.કે નિરાલા
2005ની બેચના અધિકારી કે.કે નિરાલાને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આ તારીખથી ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, ગાજવીજ સાથે થશે આગમન
ADVERTISEMENT
એસ.છાકછુઆક
2008ની બેચના એસ.છાકછુઆકને નેશનલ હ્યુમન રાઇટ કમિશન (એનએચઆરસી)માં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બન્ને અધિકારી અનુક્રમે રાજ્યના નાણા (એક્સપેન્ડીચર) તેમજ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના એમડી તરીકે ફરજ બજાવતા હતા.
ADVERTISEMENT
સુપ્રિત સિંઘ ગુલાટી
2008ની બેચના સુપ્રિત સિંઘ ગુલાટીને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પિમેન્ટેશનમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં તેઓ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ) માં સીઇઓ તરીકે ફરજ બજાવતા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.