બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5 ટકાની ટેક્સ છૂટ

પ્રોત્સાહન / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5 ટકાની ટેક્સ છૂટ

Last Updated: 04:55 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે

રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે EV વાહનો પર 5 ટકા ટેક્સ છૂટ આપી છે. અત્રે જણાવીએ કે, ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાને લઈ 31 માર્ચ 2026 સુધી EV પર 5 ટકા ટેક્સ છૂટ અપવામાં આવી છે. વાહનના પ્રકાર પ્રમાણ ફક્ત 1 ટકા લેખે જ ટેક્સ વસૂલવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે ઈલેક્ટ્રિક વ્હીકલ પર 1 ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે. ટેક્સમાં 5 ટકા છૂટ આપવાથી ઈલેક્ટ્રિક વાહન માલિકોને ફાયદો થશે.

બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરાઈ હતી

નવી જાહેરાતથી ટેક્સ દર ઘટીને માત્ર 1 ટકા થયો છે ત્યારે આ મામમલે વાહન 4.0 પોર્ટલ પર નોંધણી કરાવી શકાશે. ટકાઉ પરિવહનને રાજ્ય સરકારનું પ્રોત્સાહન માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે.

EV

આ પણ વાંચો: અકસ્માતની ઘટના બાદ RMC જાગ્યું, બસ સેવાનું સંચાલન કરતી એજન્સીને નોટિસ ફટકારીને અપાયો આદેશ

ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકાર

હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારે એક પગલું ભર્યું છે. સબસિડી બંધ થયા બાદ ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ગતવર્ષની સરખામણીએ સુરતમાં 50 ટકા જ ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે. ત્યારે સરકારે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે પગલું ભર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EV Vehicle Tax Waiver EV Vehicle Tax Reduction Electric Vehicles Promotion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ