બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : જવેલર્સની દુકાનમાં છરો અને દેશી પિસ્તોલ સાથે લૂંટનો પ્રયાસ, માલિકે બહાદૂરીથી કર્યો સામનો
Last Updated: 04:18 PM, 18 May 2025
રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. લૂંટ, મારમારી, હત્યા સહિતના બનાવો વધી રહ્યાં છે. અમદાવાદના ધોળકામાં ધોળા દિવસે જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો છે. વિશાલ જ્વેલર્સમાં 3 શખ્સોએ ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો છે. જે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
VIDEO : જવેલર્સની દુકાનમાં છરો અને દેશી પિસ્તોલ સાથે લૂંટનો પ્રયાસ, માલિકે બહાદૂરીથી કર્યો સામનો pic.twitter.com/fIwkJHEkVF
— Dinesh Chaudhary (@DineshVTVNews) May 18, 2025
ધોળા દિવસે જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ
ADVERTISEMENT
વિશાલ જ્વેલર્સમાં છરો અને બંદૂક લઈને આવેલા 3 શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો છે. જ્વેલર્સના માલિકે બહાદૂરીથી તેનો સામનો કર્યો હતો. જેમાં એક શખ્સને જ્વેલર્સના માલિકે પકડી લધો હતો. જ્યારે બીજા બે શખ્સો પલાયન થઈ ગયા હતા.
આ પણ વાંચો: 24 કલાકમાં જ SMCએ NDPSના વધુ ત્રણ કેસ નોંધ્યા, અત્યાર સુધીમાં 4.14 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
પકડાયેલો આરોપી પોલીસને સોંપવામાં આવ્યો
ટાવર બજારમાં આવેલ વિશાલ જ્વેલર્સમાં લૂંટના પ્રયાસને લઈ સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. જો કે, પકડાયેલો આરોપી પોલીસને સોંપવામાં આવ્યો છે, ત્યારે બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જે ઘટનાના લાઈવ CCTV પણ સામે આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.