બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અનેકમાં એકનું દર્શન એટલે ડીસાનું સાંઈ મંદિર, ભક્તોની મનોકામના પૂર્ણ કરતા સાંઈબાબા
Last Updated: 06:30 AM, 22 May 2025
હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું અનેરૂ મહત્વ રહેલું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં બગીચા સર્કલ પાસે સાંઈબાબાનું મંદિર આવેલુ છે. મંદિરની સ્થાપના 24 વર્ષ પહેલા કરવામાં આવી હતી. સાંઈબાબાના મંદિરે ડીસા સહિત આજુબાજુના અનેક ગામોના લોકોમાં દર્શન કરવા આવે છે. અને ધન્યતા અનુભવે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક સ્થળો છે જ્યાં લોકોની આસ્થા જોડાયેલી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો છે તો બીજી તરફ પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના અનેક સ્થળો પર વર્ષો પુરાણા મંદિરો આવેલા છે. ડીસા શહેરમાં આવેલું સાંઈબાબાનું મંદિર 24 વર્ષ પહેલા ડીસા નગરપાલિકા દ્વારા બનાવવવામાં આવ્યુ હતુ.
ADVERTISEMENT
"સબકા માલિક એક"ની પ્રબળ ભાવના
ADVERTISEMENT
આજે સાંઈબાબા મંદિરને બનાવ્યા અને 24 વર્ષ થયા છે અને ડીસા સહિત રાજસ્થાન અને આજુબાજુના અનેક વિસ્તારોમાંથી સાંઈબાબાના ભક્તો દર્શન કરવા માટે અવશ્ય અહીં આવે છે આ મંદિર બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનું સૌથી મોટું સાંઈબાબાનું મંદિર છે. મંદિરે દર ગુરુવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ડીસાના સાંઈબાબા મંદિર ખાતે રોજે સવારે પાંચ વાગ્યે અને સાંજે 7:00 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આરતીનો લ્હાવો લેવા મંદિરમાં સાંઈબાબાના ભક્તોની ભારે ભીડ જામે છે. સાંઈબાબાના મંદિરે બુંદીના લાડુ અને રેવડીની પ્રસાદીનું ખાસ મહત્વ છે. મંદિરે ધંધા રોજગાર સંતાન પ્રાપ્તિ સહિતની બાધા આખડીઓ પૂર્ણ કરવા લોકો દૂર દૂરથી આવે છે.
આ પણ વાંચો: ખોપાળામાં મા ગાયત્રીના ત્રણ સ્વરૂપોની સાધના, પાંચ દાયકાથી ચાલે છે તપ આરાધના
મનોકામના પૂર્ણ કરે સાંઈ દર્શન
મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓ થકી જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરે સવારથી જ આબોલ પશુઓ માટે દરરોજ રોટલા બનાવી આપવામાં આવે છે. ડીસા શહેરમાં વસતા વડીલો માટે સાંઈબાબાના મંદિરે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરે આવતા વડીલો સાંઈબાબાની ભક્તિની સાથે દરરોજ ભજન સંધ્યાનો કાર્યક્રમ કરે છે. ડીસા ખાતે આવેલા સાંઇબાબા મંદિરની આસ્થા ધીમે ધીમે લોકોમાં વધતા રોજ સવાર, સાંજ સાંઈબાબાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ રહે છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ પર્યટક સ્થળ જેવો અનુભવ મેળવી શકે તે માટે મંદિર પાસે સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.