બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AIના જમાનામાં આ કેવી અંધશ્રદ્ધા! મોત બાદ હોસ્પિટલમાંથી આત્મા લેવા ભુવા બોલાવ્યા
Dinesh Chaudhary
Last Updated: 11:01 PM, 14 June 2025
દાહોદમાં મધ્યપ્રદેશના પરિવારનું અજીબ નાટક સામે આવ્યું છે. પરિવાર આત્માને લેવા માટે ભૂવોને લઈ ઝાયડસ હોસ્પિટલસ ખાતે પહોંચ્યા હતા અને જ્યાંથી ભૂવો ધૂણતા ધૂણતા ત્યાંથી આત્મ લઈ ગયાનો દાવો કરાયો છે. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
દાહોદ લેવા આવ્યા આત્મા!
— Dinesh Chaudhary (@DineshNews_) June 14, 2025
મધ્યપ્રદેશનો પરિવાર આવ્યો દાહોદ
આત્મા લેવા ભૂવા બોલાવ્યા
દાહોદ ઝાયડસ હોસ્પિટલની ઘટના#DahodNews #DahodBhuva #DahodBhuvaVideo #DahodBhuvaSuperstition pic.twitter.com/EofCxmmUSG
દાહોદ લેવા આવ્યા આત્મા!
ADVERTISEMENT
વિગતો એવી છે કે, 6 મહિના પહેલા મધ્યપ્રદેશના 1 શખ્સનું સારવારમાં મોત થયું હતું. 6 મહિના પછી પરિવાર આત્માને પરત ઘરે લઈ જવા ભૂવા સાથે પહોંચ્યા હતા. પરિવાર સાથે કંઈક અજુગતી ઘટના બનતા પરિવારે ભૂવાને પુછ્યું હતું અને ભુવાએ પરિવારજનોને સ્વજનની આત્મા દાહોદમાં હોવાનું જણાવ્યું હતું, જેના પગલે આંખુ પરિવાર આત્મ લેવા માટે ભુવા સાથે ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યું હતું
ADVERTISEMENT
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં વીજળી કાળ બનીને ત્રાટકી, બે યુવાનોના મોત અને 7 ઈજાગ્રસ્ત
અંધશ્રદ્ધા ક્યારે અટકશે?
ADVERTISEMENT
અંધશ્રદ્ધામાં આવા પણ કિસ્સા બને છે તેવું પહેલી વાર બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે,આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા અમુક લોકો પોતાનાં ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે. જે ભુવાઓ લોકોને ગેરમાર્ગે દોરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.