બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:45 PM, 24 May 2025
ગુજરાતના કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે. ગુજરાત ATSની ટીમે આ પાકિસ્તાની જાસુસની ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ પાકિસ્તાનને માહિતી મોકલતો હતો. ATSની ટીમ આરોપીને લઈને અમદાવાદ પહોંચી છે. આરોપીની પૂછપરછ બાદ મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.. આ જાસુસ કેટલા સમયથી પાકિસ્તાન માટે જાસુસી કરતો હતો.. અત્યાર સુધી તેણે ક્યારે-ક્યારે અને કેટલી ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી, આરોપી જાસુસનું શુૂં અહીંયા બીજુ કોઇ નેટવર્ક છે કે કેમ.. વગેરે સવાલોના જવાબ મેળવવામાં આવશે.
ADVERTISEMENT
બીજી તરફ બનાસકાંઠામાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરાયો છે. BSFના જવાનોએ સૂચના આપ્યા છતાં ઘુસણખોર શખ્સ ભારતમાં પ્રવેશવા આગળ વધી રહ્યો હતો, જે બાદ BSFએ તેને ઠાર કરી દીધો હતો.
ADVERTISEMENT
મહત્વનું છે કે હજુ એક સપ્તાહ પહેલાજ હરિયાણાના પાણીપતમાંથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી હતી., જે આતંકવાદીઓને સેનાની ગતિવિધિઓ અને ટ્રેનો વિશે માહિતી મોકલતો હતો.
આ પણ વાંચોઃ 'આગામી 24 કલાકમાં...', કેરળમાં ચોમાસાના આગમનને લઇ સૌથી મોટી અપડેટ, તૂટશે 16 વર્ષનો રેકોર્ડ!
ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA) એ આ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી હતી..જેનું નામ નૌમાન ઇલાહી હોવાનું સામે આવ્યું હતું. આરોપી ઉત્તર પ્રદેશના કૈરાનાનો રહેવાસી હોવાનું અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી ઇકબાલને સંવેદનશીલ અને ગુપ્ત માહિતી મોકલતો હોવાનું ખુલ્યું હતું.. તે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સની મદદથી માહિતી લીક કરી રહ્યો હતો.
માહિતી અનુસાર, નૌમાન ઇલાહી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની આતંકવાદીઓના સંપર્કમાં હતો. નૌમાન છેલ્લા કેટલાક સમયથી પાણીપતમાં તેની બહેનના ઘરે રહેતો હતો. પાણીપત પોલીસે તેની હોલી કોલોનીમાં તેની બહેનના ઘરેથી ધરપકડ કરી હતી. . તે પાણીપતની એક ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.