બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '...તો 10 રૂપિયા મળશે' નો વિદ્યાર્થીએ ટાસ્ક આપતા 40 વિદ્યાર્થીઓએ માર્યા બ્લેડના કાપા, શિક્ષણમંત્રીએ કહ્યું 'ગાઈડલાઈન બનાવીશું'
Last Updated: 10:52 AM, 26 March 2025
Amreli School : અમરેલીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અમરેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કાપા માર્યા છે. પ્રાથમિક વિગતો મુજબ બગસરાના મોટા મુંજીયાસર પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો છે. અહીં સૌથી મોટી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત તો એ છે કે, 1-2 નહીં પણ 40 વિદ્યાર્થીઓ જાતે જ બ્લેડથી પોતાના હાથમાં કાપા માર્યા હતા. આ તરફ સરપંચે જાણ કરતા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. જોકે આ ઘટના 8 દિવસ પહેલાની હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
અમરેલીના બગસરાના મોટા મુંજીયાસર પ્રાથમિક શાળામાંથી સામે આવેલ એક સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. અહીં 40 જેટલા વિદ્યાર્થીઓ જાતે જ બ્લેડથી પોતાના હાથમાં કાપા માર્યા હતા. આ ઘટનાની વિગત અંગે મોટા મુંજીયાસરના સરપંચે VTV NEWS સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં સરપંચના જણાવ્યા મુજબ 8 દિવસ પહેલાની ઘટના છે. સરપંચે કહ્યું કે, શાળાના 5 બાળકો સાથે વાત કરી હતી. બાળકોએ હાથમાં કાપા મારવા અંગે પોલીસને જાણ કરી છે. આ સાથે સરપંચે કહ્યું કે, શા માટે આવું કર્યું તેનું કારણ વિદ્યાર્થીઓએ જણાવ્યું નથી.
ADVERTISEMENT
આ બધાની વચ્ચે વાલીઓએ શાળા સામે આક્ષેપ કર્યા છે. આ તરફ ઘટના પછી શાળાએ વાલીઓ સાથે મિટિંગ કરી હતી જેમાં શાળાએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હોવાનું અને શાળામાં બાળકોને કંઈ થાય તો વાલીઓની જવાબદારી હોવાનું શાળાએ કહ્યું હોવાનો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. હાલ આ ઘટનાને લઈ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
જાણો કઈ રીતે બની ઘટના ?
બગસરાના મોટા મુંજીયાસરની પ્રાથમિક શાળામાં એક એવી ઘટના બની છે જે જાણીને વાલીઓની ચિંતા વધારશે. વિગતો મુજબ શાળાના 10થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના જ હાથમાં બ્લેડથી કાપા માર્યા છે. ઘટના એમ છે કે, વિડીયો ગેમના રવાડે ચડેલા ધોરણ 7ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને ટાસ્ક આપ્યો હતો. જેમાં તેણે એવી લાલચ આપી હતી કે, બાળકો પોતાના હાથમાં કાપા મારશે તો તેને 10 રૂપિયા આપશે. જો વિદ્યાર્થીઓ આવું નહીં કરી શકે તો તેમની પાસેથી 5 રૂપિયા લેશે. આમ અન્ય વિદ્યાર્થીઓમાં વાત પ્રસરતા 12થી પણ વધુ બાળકોએ પોતાના જ હાથમાં બ્લેડથી ઘા માર્યા. શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરવાના બદલે મામલો દબાવવા પ્રયાસ કર્યો. તેમણે છાત્રોને એવી સુચના આપી કે, પોતાના ઘરે વાત કરવી નહીં. જેથી બાળકોએ માતા-પિતાની વાત છૂપાવી.
શું કહ્યું સરપંચે?
સમગ્ર મામલે બગસરાના મોટા મુંજીયાસરના સરપંચ જયસુખભાઇ ખેતાણીએ કહ્યું કે, 8 દિવસ પહેલા ઘટના મારા સામે આવી હતી. જેને લઈ મેં શાળાના 5 વિદ્યાર્થી સાથે વાત કરી હતી. જોકે આ બાળકોએ આવું કેમ કર્યું તેનુ કારણ જણાવ્યું નથી. સરપંચે ઉમેર્યું કે, ઘટના ગંભીર હોવાથી પોલીસમાં જાણ કરી છે.
જાણો વાલીઓએ શું કહ્યું ?
આ સમગ્ર મામલે વાલીઓએ આક્ષેપ કરતાં કહ્યું છે કે, બાળકોએ આ અંગે કઈ કહ્યું નહોતું પણ સરપંચે જણાવતા ઘટના સામે આવી છે. આ સાથે વાલીઓએ ઉમેર્યું કે, ઘટના પછી શાળામાં મિટિંગ માટે બોલાવાયા હતા. જોકે શાળાએ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા. બાળકોને કઈ થાય તો વાલીઓની જવાબદારી હોવાનું શાળાએ કહ્યું હતું. વાલીઓએ કહ્યું કે, શાળામાં કઈ થાય તો શાળા જ જવાબદાર હોય. આ તરફ હવે આ ઘટના પાછળનું કારણ જાણવા પ્રયાસ ચાલુ છે.
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું ?
મોટા મુંજીયાસરની શાળામાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી કાપા માર્યા મામલે હવે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બાળકો સામસામે ચેલેન્જ આપતા, જેમાં હારી જાય તો બાળકો સામે કાપો મારે. આ બનાવ 8 દિવસ પહેલાનો છે. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, બાળકોની આ બાબત ચિંતાનો વિષય. તજજ્ઞો સાથે બેઠક કરીને ગાઈડલાઈન નક્કી કરીશું. આજે સાંજ સુધીમાં મૂળ શું હતું તે સામે લાવીશું. આ સાથે બીજી શાળામાં આવું ન બને તે ધ્યાને રાખીશું. પ્રફુલ પાનસેરિયાએ ઉમેર્યું કે, શાળામાં શિક્ષણ અધિકારી ગયા હતા અને બેઠક કરી હતી.
VTV Digitalના સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.