બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલની ભયાનક આગાહી
Last Updated: 11:39 PM, 21 May 2025
ગુજરાતમાં ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ત્યારે અંબાલાલ પટેલ મહત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, '22થી 25 મે દરમિયાન વાવાઝોડું બનવાની શક્યતા છે જેના પગલે સમુદ્રમાં 100 કિલોમીટરની પવનની ગતિ જોવા મળશે'
ADVERTISEMENT
31 મે સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે
ADVERTISEMENT
અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, 26 મે પછી વાવાઝોડું ગુજરાત તરફ આવવાની શક્યતા છે અને જેની ગતિ તીવ્ર રહેવાની શક્યતા છે. વાવાઝોડું અનેક જગ્યાએ ભારે તબાહી લાવશે તેમજ 31 મે સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, અરબ સાગરમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ બની છે, જે આગળ જતાં વાવાઝોડું બની શકે છે. આ લો-પ્રેશર ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતા છે, અને જો તે સાયક્લોનમાં પરિવર્તિત થશે તો તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવશે. અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે. આ સાયક્લોન જો બનશે તો તે વર્ષ 2023ના બિપરજોય વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે છે. આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર, કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ વાવાઝોડું અન્ય સાયક્લોનની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે.
આ પણ વાંચો: મોરબીમાં 1 કરોડની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા છીનવી લૂંટારૂઓ ફરાર
હવામાન વિભાગ શું કહે છે ?
આ વર્ષે ચોમાસું નિર્ઘારિત સમય કરતા વહેલું બેસે તેવી સંભાવના છે, કારણ કે, દર વર્ષ ચોમાસું 1 જૂનની આસાપાસ કેરળ પહોંચતું હોય છે પરંતુ આ વર્ષે 27-28 મેના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ ચોમાસુ બેસે તેના પહેલા જ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, તો 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT