બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંગ દઝાડતી ગરમી માટે રહેવું પડશે તૈયાર! ગરમીને લઈને આવી અંબાલાલ પટેલની આગાહી

હવામાન / અંગ દઝાડતી ગરમી માટે રહેવું પડશે તૈયાર! ગરમીને લઈને આવી અંબાલાલ પટેલની આગાહી

Last Updated: 12:18 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે, મધ્ય ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જશે તો અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી સુધીમાં પહોંચી શકે

Ambalal Patel Forecast : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે હવે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જશે તો અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી સુધીમાં પહોંચી શકે છે. આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી ૩૦ એપ્રિલ થી 5 મે સુધી ગરમીમાં વધઘટ રહી શકે છે. આ સાથે મે ની શરૂઆતમાં પ્રી મોન્સુન એક્ટિવીટી શરૂ થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. જેમાં ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ તાપમાન જઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ થઈ શકે છે. આ તરફ મોરબી, સુરેન્દ્રનગર અને હળવદના ભાગોમાં આકરી ગરમી પડશે તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શક્યતા તો રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં તાપમાન 43 ડિગ્રીથી વધું જઈ શકે છે. આગામી 30 એપ્રિલ થી 5 મે સુધી ગરમી વધઘટ રહી શકે છે.

વધુ વાંચો : ભર ઉનાળે ગુજરાતમાં અહીં ખાબક્યો કમોસમી વરસાદ, કેરીના પાકને નુક્સાનની ભીતિ

ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદ આવી શકે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સાથે મે ની શરૂઆતમાં પ્રી મોન્સુન એક્ટિવીટી શરૂ થશે તો ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છ તથા મધ્ય ગુજરાતના ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવી શકે છે. જેમાં ખાસ કરીને 10 મે બાદ ગુજરાતમાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે તો 25 મે થી 4 જૂન સુધી વાવાઝોડુ સર્જાઈ શકે છે. આ સાથે વાવાઝોડું સર્જાતાં સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શકે તેવી આગાહી પણ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Weather Forecast Ambalal Patel Forecast
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ