બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશને હજુ તો 2 જ દિવસ થયા છે, ત્યાં તો વધુ એક ફ્લાઇટમાં સર્જાઇ સમસ્યા, યાત્રિકો...!
Priykant Shrimali
Last Updated: 10:15 AM, 14 June 2025
Air India Express Bangkok-Surat flight : અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ સર્જાયો હતો. આ તરફ પ્રોબ્લેમના કારણે ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી અને ખામી સર્જાતા 190 પેસેન્જરોને ઉતારવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં 265 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
સુરત-બેંગકોક ફ્લાઇટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં AIની એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ થતાં ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી. પ્રાથમિક વિગતો મુજબ આ ફ્લાઇટ શુક્રવારે બેંગકોક એરપોર્ટથી સાંજે 4.45 વાગ્યે ટેકઓફ થવાની હતી. જોકે ખામી સર્જાતા 190 પેસેન્જરોને ઉતારવાની ફરજ પડી હતી. માહિતી પ્રમાણે ટેક્નિકલ ખામીના કારણે તમામ પેસેન્જરોને નીચે ઉતારવા પડ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ તરફ ટેક્નિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેક્નિકલ ખામી સુધરી ન હતી. આ તરફ હવે ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેક્નિકલ ખામી નહીં સુધરતા 190 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.