બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવેથી તમારા પાસપોર્ટમાં ચેડાં નહીં થઇ શકે, અમદાવાદમાં છપાઇ AI આધારિત 50 કોપી
Last Updated: 09:21 AM, 19 May 2025
AI Passport : AIનો ઉપયોગ હવે પાસપોર્ટ માટે કરવામાં આવશે. વાસ્તવમાં આજથી એટલે કે સોમવારથી અમદાવાદના 2 પાસપોર્ટ સેવા કેન્દ્રો પરથી લોકોને એAI આધારિત E-પાસપોર્ટનું નવું વર્ઝન આપવામાં આવશે. આ નવા પાસપોર્ટની અનેક ખાસિયતો છે. નોંધનીય છે કે, અગાઉ કબૂતરબાજીના અનેક પ્રકારના કેસ સામે આવી ચૂક્યા છે. જોકે હવે આ નવા પાસપોર્ટને કારણે કબૂતરબાજીને બ્રેક લાગશે. આ નવા પાસપોર્ટમાં ખાસ ચિપ મુકવામાં આવી છે. ઉપરાંત નકલી પાસપોર્ટ પણ કોઈ બનાવી શકશે નહીં.
ADVERTISEMENT
50 AI પાસપોર્ટનું અમદાવાદમાં પ્રિન્ટિંગ
ગઇકાલે 18 મે 2025 અને રવિવારે દિવસે મીઠાખળી અને વિજય ચાર રસ્તા પરના કેન્દ્રો પર 40 અરજદારોને બોલાવવામાં આવ્યા હતા. વિગતો મુજબ અમદાવાના આ બંને કેન્દ્રો પર પાસપોર્ટ ઓફિસ અને TCSના સ્ટાફને બોલાવી ટ્રાયલ લેવામાં આવ્યો હતો. આ સાથે જે 40 લોકોને બોલાવવામાં આવ્યા હતા તેમાં 18 સામાન્ય લોકો હતા અને 2 એપોઇન્ટમેન્ટ આપી અરજદારોનું સબમિશન કરાયું હતું. જેથી નવા સોફ્ટવેરમાં કોઈ ટેકનિકલ અડચણ આવતી હોય તો તે પકડી શકાય. આ તરફ રિજનલ પાસપોર્ટ ઓફિસર અભિજિત શુકલાના પરિવારે પણ નવા વર્ઝન હેઠળ ફોર્મ સબમિટ કર્યું હતું. આ બધાની વચ્ચે 50 પાસપોર્ટનું શહેરમાં પ્રિન્ટિંગ કરવામાં આવ્યું હતું. નવા ઇ-પાસપોર્ટમાં નામ, સરનામાંના બે પેજ પરના કાળા અક્ષર બોલ્ડ અને સાઇઝ મોટી કરાઈ છે.
ADVERTISEMENT
ઇમિગ્રેશનની પ્રક્રિયા બનશે અત્યંત સરળ
પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0ના ભાગરૂપે 12 શહેરોમાં સત્તાવાર રીતે ઇ-પાસપોર્ટ સ્કીમ અમલમાં મુકવામાં આવી છે. આ તરફ E-પાસપોર્ટને કારણે ઇમિગ્રેશનમાં સરળતા રહેશે અને પાસપોર્ટની સાથે સાથે વૈશ્વિક મુસાફરી વધુ સુરક્ષિત બનશે. ભારત ચિપ સક્ષમ બાયોમેટ્રિક પાસપોર્ટના પોતાના સ્વરૂપ સાથે આગળ વધી રહ્યું છે, જે પાસપોર્ટ હોલ્ડર માટે ગેમચેન્જર બનશે. સોમવારથી અમદાવાદ ઉપરાંત ચેન્નઇ, જયપુર, હૈદરાબાદ, નાગપુર, અમૃતસર, ગોવા, ભૂવનેશ્વર, જમ્મુ, શીમલા, રાયપુર, સુરત અને રાંચીમાં આ પ્રકારે પાસપોર્ટ આપવામાં આવશે. પાસપોર્ટનું આ નવું સ્વરૂપ નાગરિક ઉડ્ડયન સંગઠને નક્કી કરેલા વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરે છે. પાસપોર્ટનું આ નવું વર્ઝન દુનિયાભરના સ્માર્ટ ઇમિગ્રેશન ગેટ પર સ્વીકારવામાં આવશે. આનો અર્થ એ થયો કે, સમગ્ર પ્રક્રિયા અત્યંત ઝડપી બનશે અને છેતરપિંડીની સંભાવનાઓ સંપૂર્ણ પણે નાબૂદ થઈ જશે.
એવું તે શું છે આ નવા AI પાસપોર્ટમાં
વધુ વાંચો : આજે ખેડા, નવસારી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, વાવાઝોડાની પણ શક્યતા!
જૂના પાસપોર્ટમાં શું હતું ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.