બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા
Last Updated: 05:05 PM, 18 May 2025
અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા છે. સાથો સાથ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણી અને મોટી સંખ્યા લોકો આ યાત્રામાં જોડાયા હતા. અત્રે જણાવીએ કે, ઓપરેશન સિંદૂરે દેશમાં ડંકો વગાડ્યો છે. પાકિસ્તાનને ધ્રુજાવી દેનાર એવા આપણા દેશના સેનાના જવાનોના સન્માનને લઈ આ ખાસ દેશ ભક્તિની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
#WATCH | Gujarat: Union Home Minister Amit Shah leads 'Tiranga Yatra' in Ahmedabad, in honour of the Indian Armed Forces#OperationSindoor pic.twitter.com/hOVOjwsk6f
— ANI (@ANI) May 18, 2025
#WATCH | Gujarat: Union Home Minister Amit Shah leads 'Tiranga Yatra' in Ahmedabad, in honour of the Indian Armed Forces.#OperationSindoor pic.twitter.com/Qq8YqlLUju
— ANI (@ANI) May 18, 2025
ADVERTISEMENT
અમિત શાહની સાણંદમાં તિરંગા યાત્રા
ઓપરેશન સિંદૂરની સફળતાના શૌર્યગાન રૂપે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નળ સરોવર ત્રણ રસ્તાથી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી આ યાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મહિલાઓએ તિરંગા ધ્વજ સાથે યાત્રામાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો: VIDEO : જવેલર્સની દુકાનમાં છરો અને દેશી પિસ્તોલ સાથે લૂંટનો પ્રયાસ, માલિકે બહાદૂરીથી કર્યો સામનો
નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે
અત્રે જણાવીએ કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે, સાથો સાથ ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1692 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.