બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : રોહિત- વિરાટની નિવૃત્તિ પર આવ્યું અમદાવાદીઓનું રિએક્શન, જુઓ શું કહ્યું
Last Updated: 10:23 AM, 13 May 2025
ભારતના બે બેટ્સમેન અને સ્ટાર પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથીનિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્માએ 7 મેના અને 12 મે 2025ના રોજ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જેના પગલે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓની જુદી જુદી પ્રતિક્રિયા જોવા મળી રહી છે
ADVERTISEMENT
'ટીમને સિનિયર ખેલાડીઓની ચોક્કસથી જરૂર પડશે'
ADVERTISEMENT
વિરાટ અને રોહિત શર્માએ દિગ્ગજોની નિવૃત્તિને લઈ યુવા ખેલાડીઓને મોકો મળશે પરંતુ ઇંગ્લેન્ડમાં હવે ટેસ્ટ સીરિઝ આવી રહી છે. જેમાં ભારતને ફકટો પડશે તેવુ જણાઈ રહ્યું છે. ક્રિકેટ પ્રેમી જૈમીન શાહએ કહ્યું કે, 'દેશના બે સિનિયર ખેલાડીએ એક સાથે ટેસ્ટમાંથી નિવૃત્તિ ન લેવી જોઈએ, કારણ કે, ટીમને એકના સિનિયર ખેલાડી ચોક્કસથી જરૂર પડશે'
'બંન્ને ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામેની સીરિઝ રમવી...'
ક્રિકેટપ્રેમી પાર્થએ કહ્યું કે, 'આ સિનિયર ખેલાડીઓની ખોટ ટેસ્ટ ક્રિકેટમાં ચોક્કસથી વર્તાશે જેમાં પણ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં તો મોટો ફટકો પડી શકે છે, અટલે મારૂ તો માનવું છે કે, આ બંન્ને ખેલાડીઓને આ સીરિઝ તો રમવી જ જોઈએ'
આ પણ વાંચો: આજે આ વિસ્તારમાં ખાબકશે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો ચિંતિત
'બંન્ને ખેલાડીઓની ટેસ્ટમાં ખોટ વર્તાશે'
બ્રિજેશ ભાવસારએ કહ્યું કે, 'આગામી સીરિઝમાં આ બંન્ને ખેલાડીઓની ટેસ્ટમાં ખોટ વર્તાશે કારણ કે, મેચમાં સિનિયર અને અનુભવી ખેલાડીઓની ખુબ જ જરૂર પડતી હોય છે. આ લોકોએ દેશ માટે ઘણું કરેલું છે તેમજ તેમના ઘણાં અનુભવો પણ છે જે નવા ખેલાડીઓ માટે પ્રોત્સાહન જનક અને માર્ગદર્શક બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT