બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી

અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી

Last Updated: 03:06 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad plane crash: અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું. માહિતી અનુસાર, લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હોવાની સંભાવના છે.

ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. માહિતી અનુસાર, લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. માહિતી અનુસાર, વિજય રૂપાણી પણ આ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાની સંભાવના છે.

મળતી માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અંગત સ્ટાફ એરપોર્ટ પર જવા રવાના થયો. તેમણે ઓફ કેમેરા તેમની ફ્લાઈટનો સમય અલગ હોવાનું કહ્યું. સાથે જ લંડન જવાની વાતને કન્ફર્મ કરી, જોકે સત્તાવાર કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો.

ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ થયા પછી તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે.

મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા પછી તરત જ મેઘાણીનગર નજીક ક્રેશ થયું. 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું. પ્રાથમિક વિગતો મુજબ 50 જેટલા લોકોના મોત થયા છે.

Vtv App Promotion 2

આ પણ વાંચો: VIDEO : અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાથી હડકંપ, જુઓ લાઈવ દ્રશ્યો

ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી. અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે. આ તરફ હવે CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vijay Rupani Ahmedabad Ahmedabad plane crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ