બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તો અમદાવાદ પ્લેન ક્રેશમાં મર્યા હોત હજી વધુ લોકો, જાણો કોની સતર્કતાથી બચી જિંદગીઓ
Last Updated: 10:45 AM, 14 June 2025
અમદાવાદ: અમદાવાદમાં 12 જૂને બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ. આ વિમાન અમદાવાદની બીજે મેડિકલ કોલેજના મેસની બિલ્ડિંગ સાથે અથડાયું, પછી તે અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું. ત્યારે આ ઘટના બાદ તરત જ અમદાવાદ ફાયર વિભાગે સતર્કતા બતાવી અને બીજી મોટી દુર્ઘટના બનતા બચી ગઈ.
ADVERTISEMENT
પ્લેન ક્રેશ બાદ ફાયર વિભાગે બતાવી સતર્કતા
ADVERTISEMENT
જયારે વિમાન ક્રેશ થયું ત્યારે મેસ અને હોસ્ટેલમાં ગેસના બાટલા રાખેલા હતા. હોસ્ટેલમાં ગેસના બાટલા હોવાથી વિસ્ફોટ થવાની ભીતિ હતી. ત્યારે ફાયર વિભાગની ટીમે સતર્કતાના બતાવી અને 32 જેટલા ગેસના બાટલા બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની ટીમે બે જેટલી ટીમ બનાવી ગેસના બાટલા બહાર કાઢ્યા હતા અને મેસ અને હોસ્ટેલમાંથી ગેસના બાટલા બહાર કાઢી ખુલ્લી જગ્યાએ મુક્યા હતા. તાત્કાલિક ગેસના બાટલા બહાર કાઢી દેવાતા બીજી દુર્ઘટના થતાં અટકી હતી.
ADVERTISEMENT
પ્લેન ક્રેશ થયું ત્યારે મેસ અને હોસ્ટેલમાં હતા ગેસના બાટલા
ઉલ્લેખનીય છે કે વિમાન બીજે મેડિકલ કોલેજની મેસ સાથે અને પછી અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં વિમાનના મુસાફરોના મોત થયા જ, સાથે જ મેડિકલ સ્ટુડન્ટ્સ, ડોક્ટર્સ અને હોસ્ટેલ અને મેસમાં કામ કરતા સ્ટાફના લોકો પણ આ દુર્ઘટનામાં શિકાર બન્યા. જો કે દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ફાયર વિભાગે સતર્કતા દાખવીને મેસ અને હોસ્ટેલમાં રાખેલા ગેસના બાટલા બહાર કાઢી ખુલ્લી જગ્યાએ મૂકી દીધા હતા. ફાયર વિભાગે તાત્કાલિક કરેલી આ કામગીરીને કારણે વધુ એક દુર્ઘટના ટળી ગઈ.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશને હજુ તો 2 જ દિવસ થયા છે, ત્યાં તો વધુ એક ફ્લાઇટમાં સર્જાઇ સમસ્યા, યાત્રિકો...!
જણાવી દઈએ કે એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જવા રવાના થયું હતું. ટેક ઓફ કરતાની સાથે જ વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું અને બે મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું. વિમાન ક્રેશ થતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થઈ ગયા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.