બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રીક્ષાચાલક પિતાનો સંઘર્ષ ફળ્યો , જૈમીને 600માંથી 586 ગુણ સાથે મેળવી ઝળહળતી સફળતા
Last Updated: 03:25 PM, 8 May 2025
આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.. આ પરિણામમાં એવા ઘણા વિદ્યાર્થીઓએ ખુબજ સારુ પરિણામ લાવી બતાવ્યું છે જેઓ આર્થિક રીતે સંઘર્ષ કરતા પરિવારોમાંથી આવે છે. આવું જ એક ઉદાહરણ છે જૈમીન. જેના પિતા રીક્ષાચાલક છે.. તેઓ અમદાવાદમાં રીક્ષા ચલાવે છે.. અનેક દિવસો એવા હોય છે જેમાં તેમને દિવસભરમાં કોઇ કમાણી થઇ નથી હોતી. પરંતુ તેમણે તેમના દીકરાને ભણાવવામાં કોઇ કસર નહોતી છોડી.. અને જૈમીન પણ એ વાત સમજતો હતો કે પરિવારને આગળ લાવવા માટે તેને મહેનત કરવી કેટલી જરૂરી છે. તેણે ખુબ મહેનત કરી અને 600માંથી 586 માર્ક્સ સાથે 97 ટકા લાવી બતાવ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બોર્ડની પરીક્ષામાં ટોપ-થ્રીમાં આવનાર SC- SEBC વર્ગના વિદ્યાર્થીઓની ઇનામી રકમમાં વધારો
ADVERTISEMENT
તેના માર્કસ પર નજર કરીએતો તેણે સાયન્સમાં 100, સંસ્કૃતમાં 100 બેઝિક મેથ્સમાં 96, અંગ્રેજીમાં 98 , ગુજરાતીમાં 95 માર્કસ મેળવ્યા છે, જૈમીન કોમર્સ લઇને આગળ વધવા માંગે છે..જૈમીનની માતાનું કહેવું છે કે તેમના પુત્રને અભ્યાસ માટે ક્યારેય ટકોર કરવી પડી નથી.. તે જાતે જ પોતાની જવાબદારી સમજતો હતો.. તેમણે બસ પુત્રને પ્રોત્સાહન આપ્યું, અને પુત્રએ આ સફળતા મેળવી બતાવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.