બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શ્વાનના હુમલામાં ચાર માસની બાળકીના મોતનો મામલો, શ્વાન માલિકની ધરપકડ

અમદાવાદ / શ્વાનના હુમલામાં ચાર માસની બાળકીના મોતનો મામલો, શ્વાન માલિકની ધરપકડ

Last Updated: 01:01 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવતી ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતી, અને આ દરમિયાન તેનું ધ્યાન શ્વાન પરથી હટી ગયું, કુદકા મારતો શ્વાન તેના હાથમાંથી છૂટી ગયો અને પેલી યુવતીના ખોળામાં રહેલી 4 મહિનાની બાળકી પર તૂટી પડ્યો

અમદાવાદના હાથીજણમાં શ્વાનના હુમલામાં બાળકીના મોત મામલે શ્વાન માલિક સામે ગુનો દાખલ કરાયો છે.. શ્વાન માલિક દિલિપ પટેલ સામે ગુનો નોંધાયો છે.. પોલીસે શ્વાન માલિકની ધરપકડ પણ કરી છે. તેમની સામે નિયમોને અવગણીને અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકવાનો આરોપ લાગ્યો છે. તો સાથે જ એ શ્વાન જેણે બાળકીનું મોત નિપજાવ્યું હતું તેને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલાયો છે.

Vtv App Promotion 2

ઘટના શું હતી તેના પર એક નજર કરીએ તો એક યુવતી તેના હાથમાં ચાર મહિનાની બાળકીને લઇને સોસાયટીમાં બેઠી હતી. આ યુવતી બાળકની કાકી હતી. તે દરમ્યાન અન્ય એક યુવતી તેના પાલતુ રોટ વિલર પ્રજાતિના અત્યંત ખતરનાક મનાતા શ્વાનને લઈને બહાર નીકળી હતી. જે પ્રમાણે લોકો કહી રહ્યા છે તે મુજબ યુવતી ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતી, અને આ દરમિયાન તેનું ધ્યાન શ્વાન પરથી હટી ગયું, કુદકા મારતો શ્વાન તેના હાથમાંથી છૂટી ગયો અને પેલી યુવતીના ખોળામાં રહેલી 4 મહિનાની બાળકી પર તૂટી પડ્યો શ્વાને બાળકી પર આક્રમક રીતે હુમલો કર્યો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઇ. ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

આ પણ વાંચોઃ રાજકોટની બહુમાળી કચેરીએ વિદ્યાર્થીઓ-અરજદારોની લાંબી કતારો, સર્ટીફિકેટ લેવા કલાકો સુધી રાહ જોવાની મજબૂરી

કૂતરાને પકડવામાં આવ્યું, માલિક સામે ગુનો નોંધાયો

આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD (કેટલ એન્ડ ડોગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ટીમે હુમલો કરનાર કૂતરાને પાંજરે બંધ કરી દીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Girl Child Died Dog Attack Pet Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ