બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ક્લીન ચંડોળા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા, 3000 પોલીસ કર્મી, 25 SRPની કંપની રહેશે તૈનાત
Last Updated: 04:46 PM, 19 May 2025
Ahmedabad Chandola Demolition: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે ફેઝ 2ની ડિમોલિશન પ્રક્રિયા આવતીકાલે શરૂ થવા જઈ રહી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMC દ્વાર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે 3,000 પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.
ADVERTISEMENT
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાશે
ADVERTISEMENT
જેમાં 25 SRPની કંપની પણ સામેલ હશે. અગાઉ ફેઝ 1માં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 201 બાંગલાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 2 હજાર 1 લોકોને આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓનું હબ બની ગયો હોવાના અહેવાલો બાદ AMCએ આ કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.
ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો રાઉન્ડ
આવતીકાલે 7 વાગ્યાથી ડીમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, અત્યાર સુધીમાં 201 જેટલા બાંગલાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અહીંથી લોકો જશે તેમની માટે AMC દ્વારા મકાનો ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધી 2001 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે
આ પણ વાંચો: બંને દીકરાઓની ધરપકડ પર મંત્રી બચુ ખાબડે સેવ્યું મૌન, મનીષ દોશીએ કહ્યું 'રાજીનામું લેવામાં આવે'
અગાઉ લલ્લા બિહારીના સામ્રાજ્યનો અંત લાવ્યો હતો
અમદાવાદમાં ચાલી રહેલા મિશન ક્લિન ચંડોળાનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ઘૂસણખોરોના દબાણો હટાવાતા મિની બાંગ્લાદેશ હવે મેદાનમાં ફેરવાઇ ગયું છે. તો તંત્ર દ્વારા તળાવની દીવાલની માપણીની પ્રક્રિયા પણ કરાઇ છે.ચંડોળા તળાવની પોતાની જાગીર સમજી બેઠેલા લલ્લા બિહારીના સામ્રાજ્યનો પણ અંત આવ્યો છે. મહત્વનું છે લલ્લા બિહારી અને તેના દીકરા ફતેહ મહોમ્મદ પઠાણે સરકારી જમીન પર મકાનો ઉભા કરી દીધા હતા. આ મકાનોના 1 હજારથી 5 હજાર સુધીના ભાડા વસૂલતા હતા. પાણી, વીજળી, પાર્કિગની વ્યવસ્થાના નામે પણ પૈસા પડાવતા હતા..જો કે તમામ બાંધકામનો તંત્ર દ્વારા સફાયો કરી દેવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT