બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સરકાર મદદ કરવાના પૂરતા પ્રયત્નો કરશે...' ખેડૂતોને કૃષિમંત્રી રાઘવજી પટેલની હૈયાધારણા
Last Updated: 11:18 PM, 17 May 2025
ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. જેને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'કેરી પાકમાં મોટા પાયે નુકસાન થયું છે જે અંગે અમને રજૂઆત મળી હતી. જેના પગલે સરકારે કૃષિ વિભાગને સરવે કરી તાત્કાલિક રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો છે'
ADVERTISEMENT
'સરકાર કેરી પકવતા ખેડૂતોને મદદ થવાના પૂરતા પ્રયત્નો કરશે'
ADVERTISEMENT
સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. કેરીના પાકને મોટું નુકશાન થયુ છે તેમજ અન્ય પાકોને પણ માવઠાને લીધે અસર થઈ છે. ખેડૂતોને નુકસાની નહીં જાય તેવી હૈયાધારણા આપતા કૃષિમંત્રી કહ્યું કે, 'માવઠાના કારણે આંબાના બગીચાને જે નુકસાન થયું હોય તેવી ઘણી બધી રજૂઆતો સરકારને મળી હતી. જેના પગલે સરકારે બાગાયતી વિભાગને આદેશ કર્યો છે કે, તમે સરવે કરીને સરકારને રિપોર્ટ સબમિટ કરો. ત્યારબાદ સરકાર આ અંગે નિર્ણય લેશે. સરકાર કેરી પકવતા ખેડૂતોને મદદ થવાના પૂરતા પ્રયત્નો કરશે'
આ પણ વાંચો: શાબાશ ગુજરાત પોલીસ! સાયબર ક્રાઈમ વિરુદ્ધ એવી કાર્વાહી કરી કે ગૃહમંત્રીએ પાઠવ્યા અભિનંદન
અવિરત વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
વરસાદે ખેતી પાકમાં અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. અવિરત વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા છે. પાણી ખેતરમાં ભરાઇ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેના પગલે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને મગફળી અને કપાસના પાકને મોટાપાયે નુકસાન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT