બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સીઝફાયર બાદ કર્મચારીઓની રજાઓને લઇ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
Last Updated: 03:46 PM, 13 May 2025
ઉલ્લેખનીય છે કે ગત 7 મે ના રોજ ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા તોડી પાડ્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. અને ગુજરાત બોર્ડર પર પણ તણાવની સ્થિતિ હતી. સાવચેતીના પગલે ગુજરાત સરકારે કર્મચારીઓની રાજ્ય મોકૂફ કરી હતી. જેમાં બોર્ડ-નિગમથી લઈ કોર્પોરેશન અને પંચાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ સામેલ હતા.
ADVERTISEMENT
જો કે 10મેના રોજ બન્ને દેશોએ સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે. જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ-અધિકારીઓએ ફોન-ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી છે.
અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક હાજર થવું પડશે
જો કે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ-અધિકારીઓએ ફોન-ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી છે.
રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનારા 14 લોકો સામે ગુનો
તેમજ ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યા હતા.
વધુ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાનું વધુ એક મોટું ઓપરેશન, એક ઝાટકે ત્રણ આતંકીને કર્યા ઠાર
ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ બ્રાન્ચ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાને આવતા તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT