બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat new cm bhupendra patel statement

રાજકારણ / મોટા સમાચાર: ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યારે લેશે શપથ?, જાણો શું આપ્યો જવાબ

Kavan

Last Updated: 05:39 PM, 12 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠકમાં નામ પર આખરી સહમતિ સધાયા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. ત્યારે હવે તેમણે શપથગ્રહણને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.

  • ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્ર પટેલ
  • આવતીકાલે જ લેશે મુખ્યમંત્રી પદના શપથ
  • મંત્રી મંડળમાં ફેરફાર થશે કે નહીં તે નક્કી નહીં

મુખ્યમંત્રી બન્યા બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. 

આવતીકાલે શપથ લેશે નવા મુખ્યમંત્રી

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેઓ આવતીકાલે જ રાજ્યના 17માં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે, મંત્રી મંડળમાં ફેરફાર થશે કે જુના મંત્રીઓ જ યથાવત રહેશે તે અંગે કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. 

ભૂપેન્દ્ર પટેલનું રાજકીય બેકગ્રાઉન્ડ

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાવ્યા છે.અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે..અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસતાવ પર જ ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા.

મૃદુભાષી પટેલનાં હાથમાં ગુજરાતની સરકાર 

નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલની ખાસિયત છે કે તેઓ મૃદુભાષી છે અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. તેઓ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને પહેલી જ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ 

અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગરના ટ્રસ્ટી
સ્કુલ બોર્ડ અમદાવાદના ૨૦૦૮-૧૦ સુધી ચેરમેન રહ્યા હતા
૧૯૯૫-૯૬ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ૨૦૧૦-૧૫ સુધી ચેરમેન રહી ચૂક્યા છે

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel gujarat new cm ગુજરાત ભૂપેન્દ્ર પટેલ GUJARAT NEW CM
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ