બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / GUJARAT NEW cabinet : vijay rupani, nitin patel and cr patil have big responsibility

રાજકારણ / મોટા સમાચાર : હવે આવતીકાલે યોજાશે શપથવિધિ, પાટીલ-નીતિન પટેલ અને રૂપાણીને સોંપાઈ આ જવાબદારી

Parth

Last Updated: 04:05 PM, 15 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ નવા મંત્રીઓને લઈને મોટી ઉથલપાથલ થઈ રહી છે ત્યારે હવે મંત્રીઓના નામ ફાઇનલ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

  • આજનો મંત્રીમંડળનો શપથવિધિનો સમારોહ મોકૂફ
  • પાર્ટીમાં નારાજગીના કારણે છેલ્લી ઘડીએ કાર્યક્રમ મોકૂફ
  • હવે આવતીકાલે બપોરે 1.30 કલાકે યોજાશે શપથ સમારોહ

નવા મંત્રીઓને ફોન કરવા ઝોન વાઇઝ સોંપાઇ જવાબદારીઓ 
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સરકારની અંદર ઉથલપાથલનો દોર શરૂ થયો છે. રાજ્યને નવા મુખ્યમંત્રી મળી ગયા છે ત્યારે નવા મંત્રીઓને મોટી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં નવા મંત્રીઓમાં નો રિપીટ થીયરીને અપનાવવામાં આવશે અને પૂર્વમાં મંત્રી રહી ચૂકેલા એકેયને ફરીથી મંત્રી બનાવાશે નહીં ત્યારે આજનો શપથગ્રહણ કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીનાં અમુક સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી આવેલ નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે નીતિન પટેલ અને રૂપાણીને મોટી જવાબદારી આપવામાં આવી છે. 

સૌરાષ્ટ્ર-કચ્છના મંત્રીઓને ફોન કરવાની જવાબદારી રૂપાણીને સોંપાઇ
શપથવિધિ માટે રૂપાણી, નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને ફોન કરવાની જવાબદારી આપવામાં આવી છે. નવા મંત્રીઓને ટેલિફોનિક જાણ કરવા માટે ઝોન વાઇસ જવાબદારી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના મંત્રીઓને ફોન કરવાની જવાબદારી રૂપાણીને સોંપાઇ છે જ્યારે મધ્ય-ઉત્તર ગુજરાતના મંત્રીઓને નીતિન પટેલ ફોન કરશે તથા દ.ગુજરાતના નવા મંત્રીઓને પાટીલ ટેલિફોનિક જાણ કરશે. 

અચાનક જ શપથ ગ્રહણ પર લાગ્યું ગ્રહણ 
અચાનક જ  મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે.

ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ ચરમસીમાએ
નોંધનીય છે કે આજે સવારથી જ ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓનાં જીવ અદ્ધર થઈ ગયા હતા. એક બાદ એક ધારાસભ્યો પાટિલ સાથે બેઠક કરવા પહોંચી રહ્યા હતા જે બાદ બપોરનાં સમયે જાણકારી સામે આવી કે રૂપાણી સરકારમાં જેટલા મંત્રી હતા તેમાંથી એકેય મંત્રીને ફરીથી સ્થાન આપવામાં આવશે નહીં. આ સમાચાર સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ભૂકંપ આવી ગયો હતો. સવારથી હલચલ તેજ હતી ત્યારે અંતે શપથગ્રહણને આવતીકાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર માહિતી સામે આવી રહી છે કે નો રિપીટ થીયરીનાં કારણે ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. જોકે સૂત્રોનું એમ પણ માનવું છે કે ગુજરાતમાં જે પણ નવા મંત્રીઓ બનશે તેનો અંતિમ આદેશ PMO તરફથી આપવામાં આવશે અને મંત્રીઓનું લીસ્ટ પહેલા PMOમાં જ મોકલવામાં આવશે. નોંધનીય છે કે આજે સવારથી જ શપથવિધિને લઈને ધારાસભ્યોનાં મનમાં અસમંજસની પરિસ્થિતિ હતી. પહેલા સમાચાર સામે આવ્યા કે બપોરે બે વાગે શપથવિધિ યોજાશે અને તે બાદ ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ સપાટી પર આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ