બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હજુ ચોમાસું ગયું નથી, વરસાદના વધુ એક રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે, બગાડી શકે છે ખૈલેયાઓની નવરાત્રિ
Last Updated: 08:33 AM, 18 September 2024
ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે આગામી સમયમાં વરસાદ પડશે કે નહી તેને લઈ હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા અનેક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંતો જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં આગામી સમયમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે.
ADVERTISEMENT
ક્યાં ક્યાં વરસાદની આગાહી
ADVERTISEMENT
વરસાદને લઈ હવામાન વિભાગનાં રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આ અઠવાડિયામાં ગુજરાતમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્ર સિવાયનાં તમામ વિસ્તારોમાં પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ઝોનમાં વાતાવરણ સૂકું રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી
તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતનાં અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ તા. 22 સપ્ટેમ્બરથી તા. 5 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાઈ શકે છે. તેમજ નવરાત્રી દરમ્યાન પણ વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરી હતી.
તાપમાનનો પારો 33 થી 35 ડિગ્રી રહેવાની શક્યતા
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીમે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં વરસાદની સંભાવના છે. તેમજ આગામી તા. 10 થી 15 દરમ્યાન પવનની ગતિમાં પણ વધારો થશે. તેમજ તાપમાનનો પારો 30 ડિગ્રી રહેશે. તેમજ રાજ્યમાં 10 સપ્ટેમ્બર બાદ તાપમાનનાં પારામાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં તાપમાનનો પારો 33 થી 35 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે.
નવરાત્રી દરમ્યાન વરસાદની આગાહી
તેમજ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર એટલે કે નવરાત્રી દરમ્યાન રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. જેમાં રાજ્યનાં ઘણા જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
વધુ વાંચોઃ અમદાવાદના સોલા બ્રિજ હિટ એન્ડ રન કેસમાં આરોપીની ધરપકડ, ઘટનામાં મહિલા ગુમાવ્યો જીવ
બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે. તેમજ આગામી દિવસોમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જે સિસ્ટમ તા. 23 અને 24 નાં રોજ બંગાળની ખાડી તરફથી ગુજરાત તરફ આવી શકે છે. જેથી ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં ફરી વરસાદ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.