બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે ખેલૈયાઓ નહીં મેઘરાજા બોલાવશે રમઝટ! અંબાલાલ પટેલની ટેન્શનવાળી આગાહી

તોફાની આગાહી / આજે ખેલૈયાઓ નહીં મેઘરાજા બોલાવશે રમઝટ! અંબાલાલ પટેલની ટેન્શનવાળી આગાહી

Last Updated: 12:57 PM, 10 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Rain Forecast In Navratri News : નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે, અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે

Ambalal Patel Rain Forecast In Navratri : નવરાત્રીમાં ગરબાની મોજ વચ્ચે વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. નવરાત્રી પૂર્ણ થવાની વચ્ચે વરસાદની આગાહી સામે આવતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. અંબાલાલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા, બોડેલીમાં વરસાદ વરસશે તો આહવા, ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આ સાથે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે. અંબાલાલની આગાહી પ્રમાણે 14 થી 22 ઓક્ટોબર દરમિયાન દરિયામાં તોફાન બનવાની શક્યતા છે.

હવામાન વિભાગે પણ કરી છે વરસાદની આગાહી

આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.. હવામાન વિભાગે તાપી, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે.

વધુ વાંચો : ચોમાસાની વિદાય વચ્ચે ઓક્ટોબરમાં આવનારા વાવાઝોડાની શું ગુજરાત પર થશે કોઇ અસર? જાણો અંબાલાલની આગાહી

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થયો છે. આવી પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થશે અને વરસાદની પણ શક્યતાઓ છે. જોકે હાલ વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી.

વધુ વાંચો : આજે ખેલૈયાઓ તૈયારી રાખજો! આ વિસ્તારમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા

12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું

આગાહી દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં બનતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. 2 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Rain Navratri 2024 Ambalal Patel Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ