બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી, રજીસ્ટ્રારને મળ્યો ધમકી ભર્યો ઈમેઈલ
Last Updated: 05:53 PM, 15 October 2024
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો. રવિવારની મોડી રાત્રે યુનિવર્સિટીના રજીસ્ટ્રારને એક મેઈલ મળતા હડકંપ મચ્યી ગયો હતો. જે મેઈલમાં નેશનલ લો યુનિવર્સિટીમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો અને બોમ્બનું સ્નાઈપર તૈયાર હોવાનો જાણાવ્યું હતુ.
ADVERTISEMENT
નેશનલ લો યુનિવર્સિટી' ને ધમકી મળી
ADVERTISEMENT
જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સાથે બોમ્બ ન મળી શકવાનો દાવો કરી યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવા ધમકી આપી હતી. મેઈલ મળતાની સાથે જ બોમ્બ સ્ક્વોડ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર, કોંગ્રેસ કોને સોંપશે ગેનીબેનનો 'ગઢ', આ ત્રણ નામોની ચર્ચા
રજીસ્ટ્રારને મળ્યો હતો ધમકી ભર્યો મેઈલ
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈ ગાંધીનગરના ડીએસપી આર આઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ઈમેલ GNLUના રજીસ્ટ્રારના ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવ્યો હતો. ઈમેલમાં GNLU કેમ્પસમાં બોમ્બ હોવાની ધમકી હતી. કેમ્પસમાં બોમ્બ મૂકીને જીએનએલયુને ઉડાવી દેવાનો મામલો પ્રકાશમાં આવતાં પોલીસે ઈમેલની ગંભીરતાથી તપાસ કરી હતી. પોલીસે ડોગ સ્ક્વોડ સાથે GNLUના દરેક ખૂણે - ખૂણે તપાસ કરી હતી. આખી રાત શોધખોળ કર્યા બાદ પણ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જેમણે ઈ-મેલ મોકલ્યો છે તે સરનામે ટૂંક સમયમાં પોલીસ પહોંચી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.