શાહી અંદાજમાં લગ્ન કરવાની યાદીમાં સુરતના બિલ્ડરનું નામ સામેલ થયું, લગ્નમાં અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય ચાર જ્યોતિર્લિંગની થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાયો હતો.
સુરત શહેરમાં યોજાયા ગુજરાતના સૌથી મોંઘા લગ્ન
બિલ્ડર પુત્રીના લગ્ન પ્રસંગમાં કરોડો ખર્ચયા
ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ બનાવાયો
સુરતમાં 27 જાન્યુઆરીના રોજ ગુજરાતના સૌથી મોંઘા લગ્નનું આયોજન થયું હતું. લગ્નમાં ક્રિકેટર,બોલીવુડ સેલિબ્રિટીઝની હાજરી આપી હતી. શાહી અંદાજમાં લગ્ન કરવાની યાદીમાં સુરતના બિલ્ડરનું નામ સામેલ થયું હતું. લગ્નમાં અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાયો હતો.
સૌથી મોંઘા લગ્ન યોજાયા
સુરતમાં ગુજરાતના સૌથી મોંઘા લગ્ન યોજાયા છે. જે લગ્નમાં ક્રિકેટર, બોલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. શાહી અંદાજમાં લગ્ન કરવાની યાદીમાં હવે સુરતના બિલ્ડરનું નામ પણ સામેલ થયું છે. સુરતના એક જાણીતા બિલ્ડરે પોતાની પુત્રીના લગ્ન પ્રસંગમાં કરોડો રૂપિયાનો ખર્ચે અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય સેટ તૈયાર કરાવ્યો હતો. 27 જાન્યુઆરીના રોજ સુરતના ડુમસ રોડ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
લગ્નની તસવીર
ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાયો
આ લગ્નમાં ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. આલિશાન મંડપ માટે ચાર જ્યોતિર્લિંગના આબેહૂક મંદિર બનાવવામાં આવ્યા હતાં. મધ્યપ્રદેશ ખાતે આવેલા મહાકાલનું મંદિર, ઉતરાખંડમાં આવેલ કેદારનાથ, ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર અને આંધ્રપ્રદેશ ખાતે આવેલ મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યું હતું. શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વરમનો સમાવેશ કરાયો હતો. આ આખો સેટ અનોખી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.