બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:28 PM, 14 May 2025
Gujarat Monsoon Update: આજે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 14મી મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 14, 2025
આ 34 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 મે, 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જીલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદ અને વીજળી પડવાની યલો ચેતવણી જારી કરી છે. આ દરમિયાન, આ જિલ્લાઓમાં ભારે પવન પણ ફૂંકાશે.
આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે.
આ પણ વાંચો: ભર ઉનાળે આ જિલ્લાઓમાં માવઠું, ખેડૂતો માટે વિલન બન્યો વરસાદ
ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે?
હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલાં ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે, આ વર્ષે તે 4 દિવસ વહેલું, 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT