બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ
Last Updated: 08:12 AM, 17 July 2024
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
વિવિધ વિસ્તારોમાં પડી શકે હળવાથી મધ્યમ વરસાદ
બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો અરવલ્લી, ખેડા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા છે. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ, 14 તાલુકામાં વરસાદ, જાણો ક્યા વિસ્તારમાં કેટલો ખાબક્યો
હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે મંગળવારે મોડી રાતે રાજ્યના 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. માહિતી અનુસાર, બનાસકાંઠાના તાલુકાઓમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT