મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતુ કે પંચાયત હસ્તક વિભાગમાં 15 હજાર જગ્યામાં ભરતી કરાશે.
બ્રિજેશ મેરજાની જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠક
7 જેટલી સેવાઓ માટે 15 હજાર જગ્યાઓ ભરવામાં આવશે
હાલ કુલ 16 હજાર 400 જગ્યાઓ ખાલી છે જેમાંથી 15 હજાર જગ્યા ભરાશે
ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફાર પછી ધીમે ધીમે તમામ ખાતાઓ એક્ટિવ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. મંત્રીઓ પોતે અંગત રસ લઈને કામ પર ભાર મૂકી રહ્યા છે ત્યારે હવે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની ડીડીઓ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠક બાદ જાહેરાત
DDO સાથેની બેઠકમાં મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતુ કે પંચાયત હસ્તક વિભાગમાં 15 હજાર જગ્યામાં ભરતી કરાશે. હાલમાં 16,400 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. જેના કારણે સ્વાભાવિક રિતે જ વ્યવસ્થાપનમાં પણ તકલીફો પડી રહી છે.
નોકરીની તકો
ગુજરાત સહિત દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ સામે એવી ઘણી જગ્યા છે કે જ્યાં ભરતી કરવાની બાકી હોવા છતાં સરકાર દ્વારા ભરતી કરવાની બાકી હોવાથી યુવાનો નોકરી મેળવી શકતા નથી પરંતુ આઅ જાહેરાતથી એવા ઘણા યુવાનોને ફાયદો થશે એવી સંભાવના છે.
7 સેવાઓ માટે 15 હજાર જગાઓ ભરવામાં આવશે
તેમણે જાહેરાત કરી હતી કે આગામી સમયમાં 7 સેવાઓ માટે 15 હજાર જગાઓ ભરવામાં આવશે. અને પંચાયત વિભાગ હસ્તકના વિભાગમાં ભરતી કરાશે. જે અંતર્ગત કુલ 16400 જગ્યા ખાલી પડી છે જેમાં 15000 ભરતી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બ્રિજેશ મેરજા એક બીજી યોજના વિશે મોટી જાહેરાત કરી ચૂક્યા છે. જે ગુજરાત રાજ્યના શ્રમિકો માટે સારા સમાચાર સમાન છે. તેમણે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને એક મહિનામાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી દીધી છે.
તેમણે જણાવ્યું હતું કે અગાઉ સરકારે અન્નપૂર્ણા યોજના બંધ કરી હતી પરંતુ હવે તેઓ ફરી આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે "શ્રમિકોને નજીવા દરે આહાર આપવા સરકારે લોન્ચ કરી હતી યોજના".