બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Meteorological Department forecasts rain on December 28

વરતારા / ગુજરાતના 3 જિલ્લામાં છુટોછવાયો વરસાદ, ખેડૂતો માટે મંગળવાર 'ભારે', જાણો હવામાન વિભાગની માઠી આગાહી

Vishnu

Last Updated: 11:01 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે વરસાદ પડવાની સંભાવના, આજે મોરબી, કચ્છ અને બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં માવઠું થયું

  • રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી 
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી
  • 28 ડિસેમ્બરે કમોમસી વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદનો કહેર વર્તાવવાનો શરૂ થયો છે. મોરબી, કચ્છ અને બનાસકાંઠામાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો છે. હળવદના રણકાંઠા વિસ્તાર ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણીમાં વરસાદ થયો છે. અને આથી અગરીયા અને ખેડૂતોને ભારે નુકશાન થયું છે. તો આ તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદ થયો છે. અને વાવ, સુઇગામના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા છે. તો આગાહીની વચ્ચે કચ્છમાં પણ કમોસમી કમઠાણ સર્જાયું છે. માંડવીના દરશડી વિસ્તારમાં મેઘો મંડાતાં બજારમાં પાણી વહી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ગુજરાતના ખેડૂતો પર પર આ વર્ષે માઠી બેઠી છે. વાવાઝોડાનો માર સહન કરી ફરી બેઠા કરેલા પાક પર કમોસમી વરસાદી કમઠાણ ખેડૂતોના પરસેવાના પાક પણ પાણી ફેરવી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી ઉત્તર ગુજરાત માટે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે વરસાદ પડવાની સંભાવના છે. 

ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે
હવામાન વિભાગના વરતારા મુજબ 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની વકી જેમાં ઉત્તર ગુજરાતના મહીસાગર, બનાસકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠામાં કમોસમી વરસાદની વરસી શકે છે. રાજકોટ, પોરબંદર, અમરેલીમાં વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. ખાસ કરીને નવા વર્ષની શરૂઆતથી કાતિલ ઠંડી પડશે અને ત્યારબાદ આગામી દિવસોમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊચો આવશે.

હવામાન વિભાગે શું આગાહી કરી?
હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ ના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની  પણ સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સાથે ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાન ગગડી શકે છે. હાલમાં સૌથી ઓછું તાપમાન અમરેલીનું જાણવા મળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. વરસાદ સંભવિત વિસ્તારના ખેડૂતોને 27 અને 28 તારીખ સાચવી લઇ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે તેમજ માછીમારો માટે કોઈ એલર્ટ રાખવામાં આવ્યું નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Rain forecasts
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ