બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પૂજા-અર્ચના, યાત્રાનું આયોજન, સુનિતા વિલિયમ્સની વાપસી પર મહેસાણાના ઝુલાસણમાં જાણે દિવાળી જેવો માહોલ
Last Updated: 11:45 AM, 19 March 2025
આજરોજ સુનિતા વિલિયમ્સ અવકાશમાં 9 મહિના બાદ પૃથ્વી પરત ફર્યા હતા. ત્યારે આ પ્રસંગે સુનિતા વિલિયસ્મના વતન મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા છે. આ પ્રસંગે ઝુલાસણ ગામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. જેમાં તેમના પરિવારજનો અને ગ્રામજનોએ દોલા માતાના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં સુનિતા વિલિયમ્સનો ફોટો મુકીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત ઝુલાસણ ગામમાં આજે અખંડ જ્યોત સાથે યાત્રા નીકળનાર છે. અને સુનિતા વિલિયમ્સ ગામની મુલાકાત લેશે તેવી પણ પરિજનોએ આશા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
#WATCH | Mehsana, Gujarat | People express joy and burst firecrackers in Jhulasan - the native village of NASA astronaut Sunita Williams after the successful Splashdown of SpaceX Dragon spacecraft carrying Crew-9 at Tallahassee, Florida
— ANI (@ANI) March 18, 2025
NASA's astronauts Sunita Williams and… pic.twitter.com/fKs9EVnPSf
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા હતા. જેઓએ ફ્લોરિડાના દરિયા કિનારે સફળ ઉતરાણ કર્યું હતું. ત્યારે આ પ્રસંગે ગુજરાતના સીએ, ગૃહમંત્રી અને શિક્ષણમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. જેમાં સીએમએ જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીને લઈ દેશભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે ગુજરાતની દીકરી ધરતી પર પરત ફરી છે. લાંબા સમય સુધી અંતરિક્ષ રહ્યા બાદ ધરતી પર તેઓ પરત ફર્યા છે. તેઓ ધરતી પર પરત ફરતા હું આનંદની લાગણી અનુભવું છું.
ADVERTISEMENT
આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અવકાશયાનમાં મુસાફરી કરીને પૃથ્વી પર પગ મૂક્યો હતો. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો. કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ પર ઉપાડવામાં આવ્યું હતું. જેમાં હેચ ખોલીને ચારેય અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ-9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. આ પછી રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.