બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતની આ જગ્યાએ રંગોથી નહીં, પરંતુ અનોખી રીતે થાય છે ધૂળેટીની ઉજવણી
Last Updated: 03:06 PM, 14 March 2025
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે ૧૦૦ વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રામણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.
ADVERTISEMENT
જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા
ADVERTISEMENT
કહેવાય છે કે, જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા,ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિતનાં શાકભાજીએ લીધું છે. ધૂળેટીના દિવસે ૧૦૦ વર્ષથી વિસનગરવાસીઓએ હજુ પણ આ પરંપરાને સાચવી રાખી છે. જો કે, હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે.
વધુ વાંચોઃ અમદાવાદમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વો સકંજામાં, એક સગીર સહિત 14ની ધરપકડ
લોકે હોશે હોશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે
આમ તો કોઇને શાકભાજી કે ખાસડુ છુટ્ટુ મારવામાં આવે તો ઝઘડો થઇ જાય. પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઇપણને શાકભાજી કે ખાસડુ મારવાની છૂટ છે. લોકે હોશે હોશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે. કારણ કે, જુત્તું ખાવાથી પણ વર્ષ સારું જાય છે ભાઈ. અને આ પણ એક અનોખી પરંપરા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઘટના / જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે બની ઘટના
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.