બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 6 મહિનામાં 605 કાર્ડિયોલોજીના કેસ, 3.66 કરોડની કમાણી, ખ્યાતિ હોસ્પિટલ અંગે મોટો ઘટસ્ફોટ

અમદાવાદ / 6 મહિનામાં 605 કાર્ડિયોલોજીના કેસ, 3.66 કરોડની કમાણી, ખ્યાતિ હોસ્પિટલ અંગે મોટો ઘટસ્ફોટ

Last Updated: 11:08 PM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલ પાસે ખુલાસો માંગ્યો છે તેમજ દાખલ દર્દીઓના ડોક્યુમેન્ટ મંગાવ્યા અને 7 દિવસમાં આ તમામ પુરાવાઓ મોકલવા જણાવ્યું છે

હત્યારી ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કાળી કરતોને કારણે 2 લોકોનાં મોત અને 17 લોકો કાયમી હ્રદયના દર્દી બની ગયા છે. જેને લઇને એક બાજુ સમગ્ર રાજ્યમાં હોસ્પિટલ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો બીજી તરફ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હોસ્પિટલ દ્વારા તાલુકા આરોગ્ય કચેરીની પરમિશન લીધા વગર જ બોરિસના ગામે કેમ્પ યોજ્યો હતો. તો આ સમગ્ર કાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગ્યો છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગ્યો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ કાર્યવાહી ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગ્યો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે. નોંધણી, રજીસ્ટ્રેશન ડીડ, માલિકના નામની તપાસ તેમજ C ફોર્મ અને હોસ્પિટલના ડોક્ટર્સના સર્ટિફિકેટ માંગ્યા છે. 7 દિવસમાં તમામ પુરાવાઓ મોકલવાના રહેશે તેવી માંગ ગુજરાત મેડિકલ કાઉન્સિલે કરી છે

આરોગ્ય કચેરીની પરમિશન લીધા વગર કેમ્પ યોજ્યો

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તાલુકા આરોગ્ય કચેરીની પરમિશન લીધા વગર કેમ્પ યોજ્યો હતો. કોઈપણ આરોગ્ય કેમ્પ યોજવો હોય તો તાલુકા હેલ્થ ઓફિસની કચેરીએ પરમિશન લેવાની હોય છે. ત્યારે હવે આ હોસ્પિટલ દ્વારા કોઈપણ પરમિશન ન લેવામાં આવ્યું હોવાનું તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું છે. તાલુકા હેલ્થ ઓફિસ કડીની ટીમ બોરીસણા ગામે પહોંચી તપાસ કરી રિપોર્ટ સબમિટ કરશે

મેડિકલ કેમ્પ મુદ્દે ગ્રામજનનો મોટો ખુલાસો

કડીના બોરિસના ગામે ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ કેમ્પનો મુદ્દે ગામમાં દુકાન ધરાવનાર 65 વર્ષીય શકરાભાઈ પટેલએ જણાવ્યું કે, 'મને આંખની તકલીફ હતી પણ કાઢ્યો કાર્ડિયોગ્રામ તેમજ આંખમાં નાખવાના ટિંમ્પા આપી કેમ્પના દિવસે ઘરે મોકલ્યો હતો. બીજા દિવસે અમદાવાદ લઈ જવા લક્ઝરી બસ લઈને આવ્યા હતા. ત્યારે મને પણ અમદાવાદ લઈ જવાનું કહ્યું પણ મેં ના પાડી તો બચી ગયો'.

6 મહિનામાં 3.66 કરોડની કમાણી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની સારવારના નામે કાળી કમાણી સામે આવી છે. 6 મહિનામાં જ ગરીબ દર્દીઓની સારવારના નામે 3.66 કરોડની કમાણી કરી છે. હ્રદયની સારવાર અને ઓપરેશનના જ 3 કરોડના ક્લેઈમ કર્યા છે. કૌભાંડ સામે આવતા આરોગ્ય વિભાગે અન્ય પેમેન્ટ અટકાવી દીધો છે

આ પણ વાંચો: 'વી પ્રોટેક્ટ' ચરિતાર્થ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે કર્યું દિલધડક રેસ્ક્યૂ, દીવના દરિયામાં માછીમારને ઉગાર્યો

PROMOTIONAL 12

ખ્યાતિ હોસ્પિટલના 6 મહિનાના કેસ

1 જૂન-2024થી 12 નવેમ્બર-2024 સુધી 650 કેસ

605 કાર્ડિયોલોજીના કેસ

45 સર્જરી કરવામાં આવી

380 એન્જિયોગ્રાફી

220 એન્જિયોપ્લાસ્ટી

36 બાયપાસ સર્જરી કરવામાં આવી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khyati Hospital Khyati Hospital Ahmedabad Khyati Hospital Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ