તૈયારી /
ગુજરાતમાં લગ્નપ્રસંગોમાં થતી ભીડ મુદ્દે સરકાર લઇ શકે છે આકરો નિર્ણય
Team VTV08:34 AM, 03 Dec 20
| Updated: 08:35 AM, 03 Dec 20
ગુજરાતમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં બીજી તરફ લગ્નની સીઝન શરુ થઇ ગઇ છે. આમ કોરોનાકાળમાં લગ્નમાં થતી ભીડને લઇને સરકારની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. ત્યારે રાજ્યમાં લગ્નપ્રસંગોમાં થતી ભીડ મુદ્દે સરકાર આકરો નિર્ણય લે તેવી શક્યતા છે.
લગ્નપ્રસંગોમાં થતી ભીડનો મામલો
ભીડ એકઠી થઈ તો તંત્ર કે સરકારને જણાવવું પડશે
જે જાણ નહીં કરે તેના વિરુદ્ધ આકરી કાર્યવાહીની તૈયારી
હાલ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે લગ્નપ્રસંગોમાં થતી ભીડ મામલે રાજ્ય સરકાર આકરો નિર્ણય લે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર નિયત સંખ્યા કરતા વધુ લોકો એકઠા થવા મુદ્દે આકરી કાર્યવાહી કરી શકે છે. સરકાર કેટરિંગ સર્વિસ સંચાલકો સહિત રસોઇ કોન્ટ્રાકટર, બેન્ડવાજાવાળાઓની પણ જવાબદારી નક્કી કરાશે
જો નિયત સંખ્યા કરતાં વધુ લોકો એકઠા થાય તો સરકારને અગાઉથી જાણ કરવાની રહેશો, જો કે સરકાર કે તંત્રને જાણ નહીં કરાય તો આકરી કાર્યવાહી કરાશે.
હાલ સુરત ખાતે એક લગ્નપ્રસંગમાં જાનૈયાઓ અને કેટરિંગ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહાપાલિકા દ્વારા લગ્નસ્થળે કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. ે