બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / બણભા ડુંગર પર બણભાદાદાનું પૌરાણિક દેવસ્થાન, આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર, ઈતિહાસ રોચક

દેવ દર્શન / બણભા ડુંગર પર બણભાદાદાનું પૌરાણિક દેવસ્થાન, આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર, ઈતિહાસ રોચક

Last Updated: 06:30 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માંગરોળ તાલુકાના રટોટી, સણાધરા અને ઓગણીસા ગામની વચ્ચે બણભા ડુંગર આવેલો છે. આ ડુંગર સુરત જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે. બણભા ડુંગરની ટોચ ઉપર આદિવાસીઓનાં કુળદેવતા બણભાદાદા અને ગોવાલદેવનું પૌરાણિક દેવસ્થાન આવેલું છે.

માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, ઓગણીસા ગામની વચ્ચે બણભા ડુંગર આવેલો છે. આ ડુંગર પર દર્શનાર્થીઓ અને સહેલાણીઓ આવે છે. ચોમાસાની ઋતુમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલકલાટ સાંભળવાનો લ્હાવો દર્શનાર્થી ઓ લે છે. બણભાડુંગરનાં ટોચ ઉપર આદિવાસીઓનાં કુળદેવતા ગણાતા બણભાદાદા અને ગોવાલદેવનું પૌરાણિક દેવસ્થાન આવેલું છે. ત્યાં કાળીકામાતાનું પણ સ્થાનક બનાવવામાં આવ્યું છે. જ્યારે બણભાડુંગરની તળેટીમાં હનુમાનદાદા બિરાજમાન છે. એટલે પરિસરીય પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગર આદિવાસી લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ વિસ્તારના આદિવાસીઓ દોવણુ વગાડી નાચગાન કરી બણભાદાદાની પૂજાઅર્ચના કરે છે. દર વર્ષે દશેરાના દિવસે ઐતિહાસિક બણભા ડુંગર પર આદિવાસીઓનો મેળો ભરાય છે. હાલના બણભા ડુંગર પર પૌરાણિક કાળમાં બણભાદાદાનો પરિવાર રહેતો હતો. માંગરોળ તાલુકાનું ઇસનપુર અને કંટવાવ ગામની પાસે આવેલો ભીલોડીયો ડુંગર, માંડવી તાલુકાના પીપલવાળા પાસેનો આહિજો ડુંગર અને બણભા ડુંગરની પાસે આવેલા નાના ડુંગરો તેમના ભાઈ બહેન તરીકે ઓળખાય છે. બણભા ડુંગરની ઉત્તર દિશામાં આવેલા હુમાલી ડુંગરની ઊંચાઈ વધતી હોવાથી દાદાએ તેના પર ચલમનો કાંકરો મૂકી તેની ઊંચાઈ નિમિત્ત રાખી હતી. જે આજે પણ મોટા પથ્થરના રુપમાં છે.

banbha 1

માંગરોળ ત્રણ ગામની વચ્ચે આવેલો છે બણભા ડુંગર

બણભા દાદાનો ઇતિહાસ ઘણો જ પ્રચલિત છે. બણભા દાદાની ખેતીની વાડી હતી, જેમાં તેઓ શાકભાજી અને અનાજની ખેતી કરતા હતા. તેમની પાસે ઘોડાઓ પણ હતા. ઘોડા ચરાવવા માટે બણભાદાદા જે સ્થળે જતા હતા તે સ્થળ આજનું ઘોડબાર ગામ છે. બણભા દાદાની પૂર્વ દિશામાં આવેલો ડુંગર લાડડીયો ડુંગર તરીકે ઓળખાય છે. રટોટી ગામની અંદર વેરાકુઈ ગામ તરફ જતા નાની ટેકરી આવેલી છે જે તેમની બહેન ગણાય છે જે મીઠા ડોંગરી તરીકે પુજાય છે. એવું પણ કહેવાય છે કે દેવમોગરા માતા પણ તેમની બહેન ગણાય છે. બણભાની ટોચ ઉપર ગુફા આવેલી છે જેમાં દેવ પુજા કરવા આવતા અમુક જ લોકોને અંદર પ્રવેશ અપાતો હોવાની માન્યતા છે. ગુફાની નીચેના ભાગમાં ઝરણુ છે જે જળદેવી તરીકે પુજાય છે કોઈએ પાણી પીવું હોય તો પહેલા પૂજા કરવી પડે છે અને ત્યારબાદ પાણી પીએ છે. ડુંગરના પાછળના ભાગમાં એક ઝરણુ છે જેમાંથી આદિવાસીઓને ખાવા માટે રાબ નીકળતી હતી પરંતુ કોઈએ ખાવાનું ખાઈને રાબ વાળુ ખરાબ પાંદડું નાખતા તે બંધ થઈ ગઈ હતી એવી લોકવાયકા છે.

bannanna

આ પણ વાંચો: ઉગામેડીમાં જડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર, સ્વયંભૂ શિવલિંગ પાંડવકાળનું હોવાની માન્યતા

દરેક પ્રસંગે શ્રદ્ધાળુઓ ડુંગર પર અચૂક જાય છે

બણભા ડુંગરની આજુબાજુના ગ્રામવાસીઓ બણભદાદા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ઘરનો કોઈ પણ પ્રસંગ હોય, ખેતીની શરુઆત કરવાની હોય ત્યારે દરેક ગ્રામવાસીઓ સૌ પ્રથમ બણભાદાદાના દર્શન કરવા જાય છે અને તેમના પ્રસંગ હેમખેમ પૂર્ણ થઈ જાય ત્યારે પણ દાદાનો આભાર માનવા બણભા ડુંગર પર અચૂકપણે જાય છે. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે બણભા ડુંગર પર આવે છે. માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી ૭૦ કિલોમીટર, માંડવીથી ૨૨ કિલોમીટર અને માંગરોળથી અંદાજે ૧૮ કિલોમીટરે અને વાંકલથી આઠ કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા બણભા ડુંગર પર ચઢવા માટે ૩૮૦ પગથિયાં બનાવવામાં આવ્યા છે. બણભાડુંગર પરિસરીય વિસ્તારની આસપાસ બહુમુલ્ય કુદરતી સંપતિ વન્યપ્રાણીઓ, હરણ, શિયાળ, સસલા, બિલાડા વિવિધ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. બણભા ડુંગર આદિવાસીઓનું આસ્થાનું પ્રતિક છે એટલે રટોટી, સણધરા અને ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભાડુંગરને વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.

banfa 12111

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Govaldev Temple Banabhadada Temple Dev Darshan
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ