બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ, 18 ફેબ્રુઆરીએ મતગણતરી
Last Updated: 06:32 PM, 16 February 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની ચૂંટણીમાં 5084 ઉમેદવાર મેદાને છે, ત્યારે 38 લાખથી વધુ મતદારો તેમના ભાવિનો ફેંસલો કરશે. સ્થાનિક સ્વરાજની કુલ 213 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો પણ બિનહરીફ જાહેર થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરુ#SthanikSwarajElection #gujaratlocalbodyelections #gujaratlocalbodyelections2025 #gujaratlocalelectionvoting #gujaratlocalbodypolls #localbodyelections #gujaratelection #gujaratmunicipalelection #ABPAsmita #GujaratiNews #VTVGujarati… pic.twitter.com/FxwHViCBCb
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2025
અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો પર આજે થઈ રહેલી પેટાચૂંટણી માટે 17 ઉમેદવારો મેદાને છે. 68 નગરપાલિકાની 1916 બેઠકોમાંથી 190 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નગરપાલિકાની પેટાચૂંટણીની 21 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતની 9 બેઠકોની પેટાચૂંટણીમાંથી 1 બેઠક બિનહરીફ જાહેર થઈ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE
EVM સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલાશે
February 16, 2025 18:24
આજે વહેલી સવારથી રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. જે અત્યારે શાંતિ પૂર્ણ માહોલમાં સમાપ્ત થયું છે. મતદાન EVM દ્વારા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારે હવે ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે. 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં થશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થયું પૂર્ણ થયું છે. મતદાન મથકમાં રહેલા મતદારો મતદાન કરી શકશે. અત્રે જણાવીએ કે, મતદાન પૂર્ણ થયા પછી ચૂંટણી એજન્ટોની હાજરીમાં EVM સીલ થવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. EVM સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલાશે
જસદણમાં મતદાતાએ બીમાર છતા મતદાન ધર્મ નિભાવ્યો
February 16, 2025 17:56
જસદણના વોર્ડ નં-7માં રહેતા પોપટભાઈ છેલ્લા 6 મહિનાથી ગંભીર બીમારીના કારણે પથારીવશ છે, આમ છતા તેમણે અપીલ કરતા પરિવારના લોકો તેમને ખાટલા પર લઈને મતદાન મથક પહોંચ્યા હતા.
જસદણ: મતદાતાએ બીમાર હોવા છતા મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2025
(જસદણના વોર્ડ નં-7માં રહેતા પોપટભાઈ છેલ્લા 6 મહિનાથી ગંભીર બીમારીના કારણે પથારીવશ છે, આમ છતા તેમણે અપીલ કરતા પરિવારના લોકો તેમને ખાટલા પર લઈને મતદાન મથક પહોંચ્યા હતા.)#jasdan #election #voting #sthanikswarajelection… pic.twitter.com/Q5JWo4w4zX
કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 6નું EVM ખોટકાયું
February 16, 2025 17:07
વડોદરાના કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 6નું EVM ખોટકાયું. EVMનું બટન ના દબાતું હોવાની ફરિયાદ ઉઠી હતી. ઉમેદવારે લેખિતમાં રજૂઆત કરી હતી. ભાજપના ઉમેદવાર જયેશ પટેલે હોબાળો મચાવ્યો હતો અને અધિકારીએ વાત ન સાંભળતા લેખિત રજૂઆત કરી હતી. ફરી મતદાનની માગ કરવામાં આવી છે.
દુલ્હને મતદાન કર્યું
February 16, 2025 16:15
જેતપુરમાં સ્થાનિક ચૂંટણીના મતદાનમાં અનોખા રંગ જામ્યો છે. લગ્નના માંડવે જતાં પહેલા દુલ્હને મતદાન કર્યું છે. જેતપુર વોર્ડ નંબર 2માં દુલ્હન જોનસી રાદડિયાએ મતદાન કર્યું હતું. લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને સંદેશો આપ્યો હતો
બાવળામાં 3 વાગ્યા સુધી 49.05 ટકા મતદાન
February 16, 2025 15:55
બાવળામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાનનો રંગ જામ્યો છે. 3 વાગ્યા સુધી 49.05 ટકા મતદાન નોંધાયું છે. સવારના 9 વાગ્યા બાદ જામ્યો મતદાનનો માહોલ જામ્યો છે. 9 વાગ્યા સુધી બાવળામાં 7.47 ટકા મતદાન જ્યારે 11 વાગે 22.39 ટકા મતદાન નોંધાયું હતું તો 1 વાગ્યા સુધી 34.75 ટકા મતદાન નોધાયું છે. લોકો મન મૂકી મતદાન કરી રહ્યા છે. સારો ઉમેદવાર મળે અને સમસ્યા હલ કરે તેવી લોકોની માંગ છે. કેટલાકે કોઈ સમસ્યા નહિ હોવાની વાત કરી તો કેટલાકે સમસ્યા દૂર કરવા માંગ કરી રહ્યાં છે.
જૂનાગઢમાં 2 વાગ્યા સુધીમાં 25 ટકા જ મતદાન
February 16, 2025 15:37
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિરસ મતદાન થયું છે. 2 વાગ્યા સુધીમાં 25 ટકા જ મતદાન થયું છે. અત્યારે મતદાન મથક ખાલી જોવા મળ્યા છે. સાંજે મતદાન કરવા લોકો નીકળે તેવી શક્યતા છે
અમરસિંહ સોલંકીએ ચુંટણી આયોગમાં કરી ફરિયાદ
February 16, 2025 15:01
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકીએ ચુંટણી આયોગમાં ફરિયાદ કરી. ભાજપના કાર્યકર્તા ઇવીએમના સેમ્પલ (રેપ્લિકા) લઈને વોર્ડમાં ફરી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મત આવી રીતે આપજો એવો વોર્ડમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પંચનો નિયમ છે વોર્ડમાં કોઈ પ્રચાર કરવો નહીં. સાણંદમાં 24 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લડી રહ્યા છે. નગરપાલિકામાં કોંગ્રેસની સતા આવવાનો દાવો કર્યો.
સાણંદમાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 36 ટકા મતદાન
February 16, 2025 14:59
સાણંદ નગરપાલિકાના વોર્ડ નં-4માં સૌથી વધુ 41.52 ટકા મતદાન થયું, જયારે વોર્ડ નં-6માં સૌથી ઓછું 34.16 ટકા મતદાન થયું. સાણંદમાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 36 ટકા મતદાન થયું.
જેતપુર નગરપાલિકાના મતદાનમાં ગેરરીતિના આક્ષેપોને લઈને બબાલ
February 16, 2025 14:49
જેતપુર નગરપાલિકાની વોર્ડ નંબર-8માં ચભાડીયા સ્કૂલ મતદાન કેન્દ્રમાં મતદાનમાં ગેરરીતિના આક્ષેપોને લઈને બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. મતદાન મથકમાં ચોક્કસ ઉમેદવારની સામે બટન દબાવવાનું કહેવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને પોલિંગ એજન્ટે મતદાન બુથમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપો કર્યા છે. મતદાન મથકમાં ગેરરીતિની તંત્ર અને પોલીસને રજુઆત કરાઈ છે. મતદાન મથક ઉપર મામલો બિચકે એ પહેલા જ પોલીસે લોકોના ટોળા વિખેર્યા.
ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં સંતોએ કર્યું મતદાન
February 16, 2025 14:40
બોટાદના ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મતદાન કર્યું. ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવન દાસજી સ્વામી સહિત સંતોએ મતદાન કર્યું. વોર્ડ નંબર 5 મા તાલુકા શાળા બુથ પર મતદાન કર્યું. સાથે જ હરીજીવન સ્વામીએ ફરજિયાત મતદાન કરવા અપીલ કરી.
રાપર નગરપાલિકાની ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ
February 16, 2025 14:32
રાપર નગરપાલિકાની ચૂંટણીમાં બોગસ વોટીંગની ફરિયાદ#gujaratlocalbodyelections #gujaratlocalbodyelections2025 #gujaratlocalelectionvoting #gujaratlocalbodypolls #localbodyelections #gujaratelection #gujaratmunicipalelection #GujaratiNews #VTVGujarati #VTVCard pic.twitter.com/v2DpScKbwT
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2025
કચ્છના રાપર નગરપાલિકાની ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય સંતોકબેન અરઠીયાએ મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી. રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ત્રણ મતદાન મથકો ઉપર બોગસ વોટિંગની ફરિયાદ સામે આવી છે. સીસીટીવી વિનાના મતદાન મથક પર બોગસ મતદાન થતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
બોગસ મતદાન થતું હોવાની આશંકાને લઈ રજૂઆત
February 16, 2025 14:30
મહીસાગરના લુણાવાડાના વોર્ડ નંબર 4માં એક ઉમેદવારનું વોટર આઈડી બે જગ્યા હોવાને લઈ વિરોધ ઉભો થયો. ભાજપ ઉમેદવારના પ્રતિનિધિ દ્વારા લેખિતમાં વોર્ડ 4ના બુથના પ્રિસેડિંગ ઓફિસર રજૂઆત કરવામાં આવી. સ્થાનિકના નામ બંને જગ્યાએ યાદીમાં હોવાને લઈ લેખિત રજૂઆત કરી. એક જ વ્યક્તિનું નામ નગરપાલિકામાં પણ છે અને અન્ય ગામમાં પણ હોવાને લઈ રજૂઆત કરાઈ. આ બાબતને લઈ બોગસ મતદાન થતું હોવાની આશંકાને લઈ ઉમેદવારના પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરાઈ. પ્રિસાઇડિંગ અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને તમે કેમ અંદર આવ્યા છો તેમ પૂછ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને આ બાબતે પૂછતા તેઓએ હું કંઈ જાણતો નહીં તેવી પ્રતિક્રિયા આપી.
માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના EVMમાં ખામી
February 16, 2025 14:26
ગાંધીનગરની માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના EVMમાં ખામી સર્જાઈ. વોર્ડ નંબર-1 ના ચાર નંબરના ઉમેદવારના બટનને લઈ ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ત્રણ વાર બટન દબાવવા છતાં મતદાન થઈ રહ્યું નથી. ચોથા નંબરના ઉમેદવારને મતદાન ના કરી શકતા મતદાન રોકવામાં આવ્યું. ટેકનિશિયને EVM ને ચકાસવાનું શરૂ કર્યું.
ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં ઈવીએમમાં ટેકનિકલ ખામી
February 16, 2025 13:15
કન્યા શાળા મતદાન મથકે ઇવીએમ મશીન ટેકનિકલ ખામી સર્જાઈ. 11 નંબરનું બટન ન ચાલતું હોવાની મતદારોએ ફરિયાદ કરી. આ અંગે ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ. સવારે 7 વાગ્યાથી મશીનમાં ખામી હોવાનો ભાજપ ઉમેદવારે આક્ષેપ લગાવ્યો છે. તો અધિકારીઓ દ્વારા ઇવીએમ મશીન બદલવામાં મોડું કર્યું હોવાનું આક્ષેપ લગાવવામાં આવ્યો. ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલી આપવામાં આવ્યું. ભાજપે ફેર મતદાનની માંગ કરી.
ગઢડામાં 101 અને 102 વર્ષના વૃધ્ધાએ કર્યું ઉત્સાહભેર મતદાન
February 16, 2025 13:07
ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. ગઢડામાં 101 અને 102 વર્ષના વૃધ્ધાએ ઉત્સાહભેર મતદાન કર્યું. ગઢડામાં 101 વર્ષના રામબેન તળશીભાઇ ઝાલાએ મતદાન કર્યું. 102 વર્ષના પાચુબેન ઓળકીયાએ પણ ઉત્સાહ ભેર મતદાન કર્યું. બંને વૃધ્ધાઓને ગઢડા પીએસઆઈ પંડ્યા અને પોલીસ કર્મચારીઓએ વ્હીલચેરમાં બેસાડી મતદાન કર્યું.
અમદાવાદ ઘાટલોડિયા પેટાચૂંટણીમાં નીરસ મતદાન
February 16, 2025 12:29
ઘાટલોડિયા પેટાચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળી રહ્યું છે. મતદાન મથકો પર પાંખી સંખ્યામાં મતદારો મતદાન કરી રહ્યા છે. લગ્ન સીઝનને કારણે મતદાનમાં નીરસતા દેખાઈ રહી છે. મતદાન કરવા આવતા મતદારોએ લોકોને મતદાન કરવા અપીલ કરી કે મતદાનનો અધિકાર નાગરિકોએ અદા કરવો જોઈએ. એક મતદાતાએ કહ્યું કે પ્રાથમિક સુવિધાઓ જીવતી હોય તો સારો નેતા ચૂંટવા મતદાન કરવું જરૂરી છે. સીનીયર સીટીઝન પણ મતદાન કરવા પહોંચ્યા.
લુણાવાડામાં કોંગ્રેસ અને ભાજપના બે પક્ષો વચ્ચે મતદાનને લઈ બોલાચાલી
February 16, 2025 12:26
લુણાવાડા વોર્ડ નંબર 4 તેમજ વોર્ડ નંબર 3 બાદ હવે વોર્ડ નંબર 7 માં ઉગ્ર બોલાચાલી થઈ. કોંગ્રેસ તેમજ ભાજપ વચ્ચેના બે પક્ષો માટે મતદાનને લઈ બોલાચાલી થઈ. બે જૂથો વચ્ચેની અથડામણને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી. સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડ્યો. બીજી તરફ પોલીસનો કોલર પકડ્યો હોવાની ચર્ચાએ માહોલ ગરમ કર્યો.
સુરતમાં પહેલા 4 કલાકમાં થયું માત્ર 8.13 ટકા મતદાન
February 16, 2025 12:16
સુરત મનપાના વોર્ડ નં 17ની પેટાચૂંટણીના મતદાનમાં લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. પ્રથમ ચાર કલાકમાં માત્ર 8.13 ટકા મતદાન જ થયું છે. 11 વાગ્યા પછી મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકે જોવા મળ્યા.
ત્રણ નગરપાલિકાનું સવારે 7 થી 11 વાગ્યાથી ચાર કલાકનું મતદાન
February 16, 2025 11:41
પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચુંટણી
February 16, 2025 11:41
આણંદ જિલ્લાની ત્રણ પાલિકાની આજે છે ચૂંટણી
February 16, 2025 11:41
EVMમાં ખામીને લીધે થાનગઢ વોર્ડ નંબર 6માં મતદાન રોકવામાં આવ્યું
February 16, 2025 11:17
સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકા ચૂંટણીમાં થાનગઢ વોર્ડ નંબર 6માં બુથ નંબર 5માં મતદાન રોકવામાં આવ્યું. છેલ્લા એક કલાકથી મતદાન રોકવામાં આવ્યું છે. મશીનમાં 2 નંબરના બટનમાં ખામીના કારણે મતદાન રોકવામાં આવ્યું.
બીલીમોરા નગરપાલિકામાં ફરી મતદાન શરૂ
February 16, 2025 11:14
ઇવીએમ ગરબડીના આક્ષેપ સાથે મતદાન અટક્યું હતું. એક કલાક મતદાન બંધ રહ્યા બાદ પોલીસે ઉમેદવારને સમજાવી મતદાન શરૂ કરાવ્યું. પોલીસે મધ્યસ્થી કરી કોંગ્રેસ ઉમેદવારને સમજાવ્યા. જિલ્લા પ્રમુખને ચૂંટણી અધિકારીને રજૂઆત કરવાનું જણાવી મામલો શાંત પાડ્યો. વોર્ડ નંબર 2ના બુથ નંબર 5 માં મતદાન શરૂ થતા મતદારોની લાંબી લાઈન લાગી.
મંત્રી કુંવરજી બાવળીયાએ કરી મતદાન કરવાની અપીલ
February 16, 2025 10:44
મંત્રી કુંવરજી બાવળીયાએ અલગ અલગ મતદાન મથકોમાં જઈને મતદારોને અપીલ કરી કે મતદારો પોતાનો મત અધિકાર ઉપયોગ કરે. લોકો પોતાના પરિવાર સાથે મળી વધારેમાં વધારે મતદાન થાય તેવી અપીલ કરી.
None
February 16, 2025 10:39
ખેડા ડાકોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે જાન પ્રસ્થાન પહેલા વરરાજા મતદાન કરવા પહોંચ્યા. યુવા વરરાજા ઉત્સવ પટેલ મતદાન કરવા પહોંચ્યા. વરરાજાએ કહ્યું, પહેલા નાગરિક ધર્મ, બાદમાં લગ્ન પ્રસંગ. સાથે જ તેમણે મતદારોને પોતાની ફરજ બજાવી 100 ટકા મતદાન કરવા અપીલ કરી. હરીફ ત્રણ ઉમેદવારોએ પણ વરરાજાને વધાવ્યો. મતદાન કર્યા પછી ચંદાસર ગામે જાન લઈને વરરાજા નીકળ્યા.
રાજકોટના ધોરાજી નગર પાલિકાની ચૂંટણી માટે સવારથી જ શાંતિ પૂર્વક મતદાન
February 16, 2025 10:36
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યું. લલિત વસોયાએ પોતાના માતૃશ્રી સાથે મતદાન કર્યા પછી લોકોને મતદાન કરવા અપીલ કરી. કોંગ્રેસનું શાસન આવશેનો પણ લલિત વસોયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો.
જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં ધીમીધારે મતદાન
February 16, 2025 10:32
રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી મતદાન કેન્દ્ર પહોચ્યા. હીરા સોલંકીએ સહ પરિવાર સાથે વોર્ડ નંબર 6ની તાલુકા શાળા ખાતે મતદાન કર્યું. જાફરાબાદ પાલિકા ભાજપની બિનહરીફ જાહેર થઈ છે. 10 બેઠકોની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે. હીરા સોલંકીએ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી.
અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાની ચૂંટણીઓમાં રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાઈનો લઈને મતદાન મથકે લાગી છે, ત્યારે અમરેલી, દામનગર અને સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં આજે આર્યુવેદ ડોકટર હાર્દિક જ્યાણી લગ્નના ચાર ફેરા ફર્યા અગાઉ પવિત્ર મતદાનની ફરજ અદા કરવા સાવરકુંડલા મતદાન કેન્દ્ર ખાતે પહોચ્યા હતા. તેઓ હાથમાં તલવાર લઈને મતદાન કેન્દ્ર સુધી પહોચ્યા હતા અને લોકશાહી જીવંત રાખવા લગ્ન અગાઉ મતદાનની ફરજ નિભાવી હતી અને દરેક મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી હતી.
ઋત્વિજ પટેલે કર્યું મતદાન
February 16, 2025 10:27
અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના પ્રવકતા ઋત્વિજ પટેલ પણ મતદાન કરવા પહોંચ્યા. મતદાન કર્યા બાદ ઋત્વિજ પટેલે જીતની આશા વ્યક્ત કરી. સાથે જ કહ્યું કે પરિણામના દિવસે અનેક કોંગ્રેસના કાર્યકરો ડિપોઝિટ ડુલ થશે. દેશ અને રાજ્યમાં અનેક ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો પણ નહોતા. જ્યાં ઇવીએમમાં ખામી સર્જાઈ ત્યાં ટેકનિકલ ટીમ કામ કરી કરી રહી છે. સાત વર્ષ ચૂંટણી અંગે કહ્યું કે ચૂંટણી પંચે ખામીઓ દૂર કરી છે. પાંચ વર્ષે ચૂંટણી ના થઈ તેના કારણો છે પણ લોકોના કામ અટક્યા નથી.
બાવળામાં બંને ઉમેદવારે કર્યું મતદાન
February 16, 2025 10:21
અમદાવાદના બાવળામાં મતદાન સમયે ઉમેદવારે જીતની આશા વ્યક્ત કરી. વોર્ડ 3ના ભાજપ ઉમેદવાર પ્રકાશ પટેલ અને ઉમંગ પટેલે જીતની આશા વ્યક્ત કરી. સ્થાનિકોએ પ્રશ્નોની રજુઆત કરી જ્યારે ઉમેદવારે કામ કરવામાં આવતા હોવાની રજુઆત કરી. આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે કોણ જીતશે તે રસનો વિષય બની ગયો છે.
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનના આંકડા
February 16, 2025 10:06
સાબરકાંઠા ત્રણ નગરપાલિકાના સવારે 7 થી 9 વાગ્યાથી બે કલાકના મતદાનના આંકડા
February 16, 2025 10:01
9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન#gujaratlocalbodyelections #gujaratlocalbodyelections2025 #gujaratlocalelectionvoting #gujaratlocalbodypolls #localbodyelections #gujaratelection #gujaratmunicipalelection #GujaratiNews #VTVGujarati #VTVCard pic.twitter.com/18Vfj1wiI0
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2025
જૂનાગઢ મનપામાં 9 વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન
February 16, 2025 10:00
9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન#gujaratlocalbodyelections #gujaratlocalbodyelections2025 #gujaratlocalelectionvoting #gujaratlocalbodypolls #localbodyelections #gujaratelection #gujaratmunicipalelection #GujaratiNews #VTVGujarati #VTVCard pic.twitter.com/uY2lt9nGlu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2025
EVM મશીન ખોટવાતા મતદારોની લાઇન લાગી
February 16, 2025 09:56
સલાયામાં જીનવિસ્તારમાં 2 નંબરના બુથમાં EVMમાં ક્ષતિ આવતા મતદાન અટક્યું. 1 કલાક થયા EVM મશીન બંધ થતા મતદારો અટવાયા, EVM મશીન શરૂ કરવા અધિકારીઓ દ્વારા મથામણ કરવામાં આવી. BLO દ્વારા બીજું ઇવીએમ લગાવાયું. પણ બીજા ઇવીએમમાં પણ એ જ પરિસ્થિતિ ઉભી થતા ત્રીજું ઇવીએમ બદલાવવામાં આવી રહ્યું છે.
ધંધુકામાં પણ લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું
February 16, 2025 09:27
ધંધુકા નગરપાલિકા ચૂંટણી મતદાનનો આરંભ થઈ ચુક્યો છે. અહીં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું છે. વરરાજા જિજુવાડિયા જાન લઈને જતા પહેલા મતદાન કર્યું. તો બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ વરરાજાએ મતદાન કર્યું. વરરાજાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. ઢોલનગારા સાથે વાજતે-ગાજતે વરરાજા મતદાન કરવા પહોંચ્યો. લગ્નની વિધી પહેલા વરરાજાએ મતદાન કર્યું. તો તમામ લોકોએ સમય કાઢીને ફરજિયાત મતદાન કરવું જોઈએ એવી વરરાજાએ અપીલ કરી.
સાણંદ નગર પાલિકા ચૂંટણીમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. ત્યારે વરરાજાના માતાપિતા પણ વોટિંગ કરવા પહોંચ્યા. તેમણે લોકોને મતદાન કરવાની અપીલ કરતા કહ્યું, વોટિંગ કરવું જરૂરી, જો વોટ નહીં કરો તો નુકશાન જશે. યુવાઓને ફરજિયાત વોટિંગ કરવું જોઈએ. અમે સમય કાઢીને મતદાન કરવા આવ્યા છીએ.
જામનગરમાં પરણવા જાય તે પહેલા વરરાજાએ કર્યું મતદાન
February 16, 2025 09:17
ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં પરણવા જાય તે પહેલા વરરાજાએ મતદાન કર્યું, મતદાન કરી મતાધિકારની ફરજ નિભાવી. વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી. દિવ્યેશ ગોસાઈ નામના યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું.
ધાનપુરના પીપેરોમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે મતદાન કર્યું
February 16, 2025 09:14
દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણીમાં ધાનપુરના પીપેરોમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે મતદાન કર્યું. મંત્રી મતદાન મથક બહાર પૂજાપાઠ કરી મતદાન કેન્દ્રમાં પ્રવેશ્યા, મતદાન કેન્દ્ર બહાર નાળિયેર વધેરી મંત્રી મતદાન કેન્દ્રમાં પ્રવેશ્યા.
અમદાવાદની ઘાટલોડિયા બેઠકની પેટા ચૂંટણી
February 16, 2025 09:03
અમદાવાદની ઘાટલોડિયા બેઠકની પેટાચૂંટણી માટે ડેપ્યુટી મેયર જતીન પટેલે મતદાન કર્યું. ડેપ્યુટી મેયર જતીન પટેલે કહ્યું, ઘાટલોડિયામાં ભાજપના જ ઉમેદવાર સ્થાનિક છે. અન્ય પક્ષને ઉમેદવાર પણ નથી મળ્યા. ભાજપના સ્થાનિક ઉમેદવારનો વિજય થશે. અમદાવાદની ઘાટલોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલે મતદાન કર્યું. ઉમેદવાર પ્રવીણ પટેલે જીતની આશા વ્યક્ત કરી. તેમણે કહ્યું, ઘાટલોડિયા ભાજપનો ગઢ છે. વિજયી થયા બાદ નાગરિકોની પ્રાથમિક સુવિધા પર કામ કરીશું.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી
February 16, 2025 09:01
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ધારાસભ્ય સંજય કોરડીયાએ મતદાન કર્યું. મતદાન કર્યા પછી તેમણે કહ્યું, શહેરીજનો જુનાગઢના વિકાસને ધ્યાને રાખીને મતદાન કરશે. તમામ બેઠકો ઉપર ભાજપ જીતશે. લોકો પોતાના વિસ્તારના ઉમેદવારને ધ્યાનમાં રાખીને મત આપશે. સાંજ સુધીમાં મતદાનની ટકાવારી પણ વધશે.
None
February 16, 2025 08:56
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વલસાડ નગર પાલિકામાં ભાજપને મત આપતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મત આપતો હોય તેવો વીડિયો વાયરલ#valsad #viralvideo #gujaratlocalbodyelections #gujaratlocalbodyelections2025 #gujaratlocalelectionvoting #gujaratlocalbodypolls #localbodyelections #gujaratelection #gujaratmunicipalelection #GujaratiNews… pic.twitter.com/za0voWdzY0
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2025
બાવળામાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ
February 16, 2025 08:44
બાવળામાં વહેલી સવારથી મતદારોમાં મતદાન કરવા પહોંચ્યા. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રસંગોપાત બહાર જનારા લોકો પણ પહેલા મતદાન કરવા પહોંચ્યા. તો સમસ્યા દૂર કરી શકે તેવો સારો ઉમેદવાર આવે તેવી લોકોએ ઈચ્છા વ્યક્ત કરી. 10 વર્ષથી બાવળાનો વિકાસ ન થયાની પણ લોકોની ફરિયાદ છે.
ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન
February 16, 2025 08:42
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મતદાન કર્યું. ચોરવાડ નગરપાલિકા પૂર્વ પ્રમુખ જલ્પાબેન ચુડાસમાએ પણ મતદાન કર્યું. પતિ પત્નીએ એક સાથે જ મતદાન કર્યું. બંને ઉમેદવારોએ જીતનો દાવો કર્યો.
અમદાવાદની સાણંદ નગરપાલિકાનું મતદાન શરૂ
February 16, 2025 08:35
અમદાવાદની સાણંદ નગરપાલિકાનો ચૂંટણી માટે ધારાસભ્ય કનુ પટેલે મતદાન કર્યું. ધારાસભ્ય કનુ પટેલે કહ્યું, નાગરિકો વિકાસના કામને લઈને મતદાન કરશે. કરોડોના કામ હજુ પણ પાઇપલાઇનમાં છે. આવનારા દિવસોમાં વધુ વિકાસના કામ થશે.
મોરબી જિલ્લાની બે નગરપાલિકા ખાતે મતદાન શરૂ
February 16, 2025 08:27
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લાની બે નગરપાલિકા ખાતે મતદાન શરૂ થઈ ગયું છે. વાંકાનેર પાલિકાની 15 બેઠક માટે મતદાન શરૂ થયું, પરંતુ મતદાન મથકો ખાલી જોવા મળ્યા.
વાંકાનેરના તમામ બુથ પર મતદાન મથકો ખાલી#gujaratlocalbodyelections #gujaratlocalbodyelections2025 #gujaratlocalelectionvoting #gujaratlocalbodypolls #localbodyelections #gujaratelection #gujaratmunicipalelection #ABPAsmita #GujaratiNews #VTVGujarati #VTVCard pic.twitter.com/NgVkqHGTzB
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2025
સામાન્ય ચૂંટણીમાં મતદાન માટે લાઇનો લાગે છે પણ પાલિકાની ચૂંટણીમાં મતદાન મથકોમાં ઓછા મતદારો જોવા મળ્યા. હાલમાં વાંકાનેરના તમામ બુથ પર મતદાન મથકો ખાલી દેખાઈ રહ્યા છે.
અમદાવાદની સાણંદ નગરપાલિકાની ચૂંટણી
February 16, 2025 08:14
7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે 63 ઉમેદવારનો ભાવિનો ફેસલો થશે. સાણંદ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. 34,402 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે 36 બુથ પર બનાવવામાં આવ્યા છે. તો 200થી પણ વધારે સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયો.
ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી
February 16, 2025 08:11
ઉનાવા વાસણ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. ઉનાવા ગામમાં સવારથી જ મતદાન શરૂ થઇ ગયું છે તો મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે મતદાન
February 16, 2025 08:09
જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તો 52 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 13 વોર્ડમાં મતદાન શરૂ થઈ ગયું છે.
અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની એક બેઠક માટે આજે મતદાન
February 16, 2025 08:02
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની એક બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. ઘાટલોડિયા વોર્ડની એક બેઠક માટે 79 બુથો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મતદાન કરવા માટે મતદારો ધીરે-ધીરે મતદાન મથકે પહોંચી રહ્યા છે.
ગઢડા નગરપાલિકાની 4 બેઠક બની બિનહરીફ
February 16, 2025 08:00
ગઢડા નગરપાલિકાની 24 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી લોકો મતદાન મથકે પહોંચ્યા. 23 મતદાન મથકોમાંથી 12 સંવેદનશીલ બુથ છે. કુલ 7 વોર્ડની 28 પૈકી 24 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. જયારે 4 બેઠક બિનહરીફ જાહેર થઈ છે.
ખેડાના મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
February 16, 2025 07:50
ખેડા નગરપાલિકા ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડા નગરપાલિકામાં કુલ 7 વોર્ડ માટે 28 જેટલા બુથ તૈયાર કરવામાં આવ્યા છે. ખેડાની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. વહેલી સવારથી લોકો મતદાન કરવા પહોંચ્યા છે.
જુનાગઢની ચોરવાડ નગરપાલિકામાં મતદાન શરૂ
February 16, 2025 07:48
ચોરવાડ નગરપાલિકામાં વહેલી સવારથી જ મતદાન માટે લાઈન લાગી છે. મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ચોરવાડ નગરપાલિકા પ્રતિષ્ઠાનો જંગ બનેલી છે. ચોરવાડ ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ રાજેશ ચુડાસમાનું હોમ ટાઉન છે.
વંથલી નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા શરૂ
February 16, 2025 07:46
વંથલી નગરપાલિકામાં 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ. આજે કુલ 6 વોર્ડના 24 ઉમેદવારોની ચૂંટણી માટે મતદાન થશે. પૂર્વ નગર પ્રમુખ સિરાજ વાજાએ પ્રથમ મતદાન કર્યું. સાથે જ કોંગ્રેસની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો. વહેલી સવારે મતદાન કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.
None
February 16, 2025 07:43
સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાના મતદાન માટે 130 કંટ્રોલ યુનિટ તેમજ 220 બિયું મશીનની ફાળવણી કરવામાં આવી છે. પ્રાંતિજમાં 26 બુથોમાં 26 ઈવીએમ તેમજ રિઝર્વ ઈવીએમ તૈયાર રાખવામાં આવ્યા છે. તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં 75 હજારથી વધુ મતદારો મતદાન કરશે. 470 ચૂંટણી કર્મચારી, 225 પોલીસ કર્મચારી તેમજ 244 જીઆરડી ખડે પગે, તો એસઆરપી ટુકડી અને પોલીસ જવાન બંદોબસ્ત ગોઠવાયો.
સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાનું મતદાન
February 16, 2025 07:41
ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તેમજ તલોદ નગરપાલિકા માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્રણ નગરપાલિકાની 76 બેઠકો માટે 92 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાંથી 47 મતદાન મથકો સંવેદનશીલ છે. ત્રણ નગરપાલિકાના 66895 મતદાતાઓ આજે મતદાન કરશે. ત્રણ તાલુકાની 4 તાલુકા પંચાયતમાં પણ પેટા ચૂંટણી યોજાશે. તો ત્રણ નગરપાલિકાના 113 તેમજ તાલુકા પંચાયતમાં 11 ઉમેદવારો મેદાને છે.
સોનગઢ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ
February 16, 2025 07:38
સોનગઢમાં મોકપોલ દરમ્યાન 2 ઈવીએમ મશીન ખોટકાયા, વોર્ડ નંબર 7માં બે મશીન ખોટકાતા બદલવામાં આવ્યા.
સોનગઢમાં ઈવીએમ મશીન ખોટકાયા#gujaratlocalbodyelections #gujaratlocalbodyelections2025 #gujaratlocalelectionvoting #gujaratlocalbodypolls #localbodyelections #gujaratelection #gujaratmunicipalelection #ABPAsmita #GujaratiNews #VTVGujarati #VTVCard pic.twitter.com/ckLELocIBc
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2025
હળવદ પાલિકાની 28 બેઠકો માટે મતદાન શરૂ
February 16, 2025 07:37
મોરબી જિલ્લાની બે નગરપાલિકા માટે ચૂંટણીનું મતદાન શરૂ, વાંકાનેર અને હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 28 પૈકીની 13 બેઠકો બિનહરીફ જાહેર થતા 15 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે.
લાઇવ ટીવી
સૌથી વધુ વંચાયેલું
અન્ય લાઇવ અપડેટ
પુરીમાં જગન્નાથ રથયાત્રા / પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભકતોનું ઘોડાપુર ઉભરાયું
Rath Yatra LIVE / નીજ મંદિર પહોંચ્યાં રથ, શાંતિપૂર્ણ રીતે રથયાત્ર સંપન્ન