બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉજવણી
Last Updated: 06:25 PM, 18 February 2025
Gujarat Local Election Result : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઇ રહી છે. વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાઇ રહ્યો છે. ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ઉજવણી થઈ રહી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જોડાયા છે. નોંધનીય છે કે, અત્યાર સુધીના આંકડા મુજબ રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે.
ADVERTISEMENT
#WATCH | Gujarat | On Gujarat Municipal Election Results 2025, Union Minister CR Paatil says, "Thanks to the people for the grand victory today...People's trust in Modi ji can be seen in Gujarat and the whole country...We wanted to win 68 out of 68 municipal corporations, but two… pic.twitter.com/dMYvmLUWk4
— ANI (@ANI) February 18, 2025
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે. 66 નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. કુલ 1844 બેઠકો હતી જેમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં ફરીએકવાર ભાજપે મજબૂતાઈ સાથે બાજી મારી છે. રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે તો ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે.
ADVERTISEMENT
24 વોર્ડ બિનહરીફ થયા હતા
ગુજરાતની 66 નગરપાલિકાઓ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ બિનહરીફ થયા હતા જ્યારે કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. જેમા ભાજપે 162, કોંગ્રેસ 01, અન્યના ખતામાં 04 બિન હરીફ ગઈ છે. 1677 બેઠક પરનું ચૂંટણી પરિણામ આવી રહ્યું છે. રાજ્યની 66 નગરપાલિકા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 61.65 ટકા મતદાન નોંધાયું હતું.
હવે એક નજર કરીએ 2018ના પરિણામ પર
અત્રે જણાવીએ ગત ચૂંટણી 2018 કરતા ઓછું મતદાન થયું હતું. વર્ષ 2018માં 75 નપાની ચૂંટણી યોજાઈ હતી અને 65 ટકા મતદાન થયું હતું. જ્યારે આ વખતે 66 નગરપાલિકા ચૂંટણી યોજાઈ હતી અને 61.65 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2018માં 75 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 47 નપામાં ભાજપનોન ભગવો લહેરાયો હતો. જ્યારે 16 નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો હતો તો NCPના ખાતામાં 1 નપા ગઈ હતી. જ્યારે BSP 1 અને ગઠબંધનના ખાતામાં 6 તેમજ અપક્ષનો 4 નગરપાલિકામાં વિજય થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.