બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં 68માંથી 67 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થયા; 60 નગરપાલિકામાં ભાજપનો વિજય

ચૂંટણી પરિણામ / રાજ્યમાં 68માંથી 67 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થયા; 60 નગરપાલિકામાં ભાજપનો વિજય

Last Updated: 02:29 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે હવે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને ત્રણ 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ ચોરવાડ પાલિકામાં 76 ટકા મતદાન થયું હતું. તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં માત્ર 40 ટકા મતદાન થયું હતું.

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થશે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી બે વોર્ડ (3 અને 14) બિનહરીફ જાહેર થયા છે, તો કુલ 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ (ભાજપ) જાહેર થઈ છે. એમ 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે આજે મતગણતરી થશે. જયારે રાજ્યની 66 નગરપાલિકાઓમાં કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે. તો કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ છે, જેમાં 162 ભાજપની, 1 બેઠક કોંગ્રેસ અને 04 બેઠક અન્યને મળી છે. ત્યારે આજે 1679 બેઠકો પર ચૂંટણીનું પરિણામ આવશે.

Gujarat Local Body Result 2025 LIVE

સ્થાનિક ચૂંટણી પરિણામ: 1 મનપા અને 59 નગરપાલિકા પર ભાજપનો કબજો

February 18, 2025 14:07

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું; કોંગ્રેસનો સફાયો

February 18, 2025 13:56

  • રાજ્યના 68માંથી 67 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થયા
  • 67માંથી 60 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો
  • રાજ્યમાં કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી
  • દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી
  • પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત
  • આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો
  • ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ
  • ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી

રાજકોટના ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકામાં ભાજપનો વિજય

February 18, 2025 13:44

ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ત્રણે નગરપાલિકામાં ભાજપનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉપલેટા નગરપાલિકાની વોર્ડ 1 થી 5 સુધી ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ઉપલેટા નગરપાલિકાના એક પણ વોર્ડમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી.

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

February 18, 2025 13:44

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ભાજપ કાર્યાલયમાં ઉજવણી કરી. કાર્યકર્તાઓ ઢોલના તાલ સાથે ઝૂમ્યા. ભાજપને મહાનગરપાલિકાની ચૂંટણીમાં 48 બેઠકો મળી. ચૂંટણીમાં ભવ્ય જીત થતા ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રભારી કમલેશ મીરાણીએ જણાવ્યું કે 48 બેઠકો ઉપર જીત થઈ છે. લોકોએ ભાજપ ઉપર ફરી વિશ્વાસ કર્યો છે. ચૂંટણી પહેલા અમારા જ લોકોની ફરિયાદ હતી અને અમને કરી હતી. જોકે અમારા લોકોએ ફરી અમને જ મત આપ્યો છે. ગિરીશ કોટેચાના પુત્ર મામલે પ્રભારીએ કહ્યું કે કોટેચા પરિવારને આખું જુનાગઢ ઓળખે છે. પાર્થ કોટેચા વોર્ડ નંબર 9માં રહે છે અને ત્યાંથી જ તેમને ટિકિટ આપી હતી. ચૂંટણીમાં હારજીત થતી રહે છે. અમારા કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી.

ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન

February 18, 2025 13:40

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. જનતાનો જે પણ જનાદેશ છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ. કોંગ્રેસની જ્યાં પણ કમજોરી હશે તેને સુધારીશું.

જુનાગઢ વોર્ડ નંબર 8માં મારામારી

February 18, 2025 13:40

જુનાગઢ વોર્ડ નંબર 8માં આપના કાર્યકર્તાઓએ કોંગ્રેસના નેતા પર હુમલો કર્યો. હુમલાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. વિજય સરઘસ પર હુમલો કરવાની ઘટના બની હતી.

આંકલાવ પાલિકામાં પ્રથમ વખત 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

February 18, 2025 13:40

આંકલાવ પાલિકાના પરિણામ બાદ ભાજપના આગેવાને મતદારોનો આભાર માન્યો. પ્રથમ વખત 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો. 14 બેઠકો પર અપક્ષ ઉમેદવારોની જીત થઈ. આંકલાવ નગરપાલિકામાં ભાજપ બોર્ડ બનાવી શકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.

સાબરકાંઠાની ત્રણેય નગરપાલિકામાં ભાજપની બહુમતી

February 18, 2025 13:38

સાબરકાંઠામાં પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકામાં પુનરાવર્તન થયું છે. 3 નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે વિકાસની જીત ગણાવી છે. ભાજપ કાર્યાલયમાં કાર્યકરો આગેવાનોએ મોં મીઠું કરાવીને વિજયોત્સવ મનાવ્યો.

વાંકાનેર નગરપાલિકાના પરિણામ બાદ મારામારી

February 18, 2025 13:36

ચૂંટણી પરિણામ બાદ વાંકાનેર પાલિકાના ભાજપના વિજેતા ઉમેદવારે એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થવાનો મામલો સામે આવ્યો છે. બંને પક્ષના ઉમેદવારો સામસામે આવ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો.

ચૂંટણી પરિણામો પર પ્રફૂલ પાનસેરિયાની પ્રતિક્રિયા

February 18, 2025 13:33

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામો પર રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. પ્રફૂલ પાનસેરિયાએ કહ્યું આ જીતનો શ્રેય પાર્ટીના કાર્યકર્તાઓનો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની કામગીરી શ્રેષ્ઠ થઈ રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓએ નિષ્ઠાથી કામગીરી કરી છે. દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં વિકાસના મોડેલથી કામગીરી કરી છે. જનતાએ વિકાસના મોડેલને જીત અપાવી છે. પીએમ મોદીના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત કર્યો છે.

'કાર્યકરોની મહેનત રંગ લાવી છે'

February 18, 2025 13:27

ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. ઉપલેટા નગરપાલિકાના એકપણ વોર્ડમાં કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે, કાર્યકરોની મહેનત રંગ લાવી છે.

રાણાવાવ અને કુતિયાણા નપામાં સમાજવાદી પાર્ટીનો વિજય

February 18, 2025 12:54

પોરબંદરની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની 20 અને ભાજપની 8 સીટ આવી છે. કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની 14 અને ભાજપની 10 સીટ આવી છે. બંને નગરપાલિકા વિસ્તારમાં સમાજવાદી પાર્ટીની ભવ્ય જીત થઈ છે.

ખેડબ્રહ્મામાં ભાજપની જીત

February 18, 2025 12:54

ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. 7 વોર્ડની 28 બેઠકમાંથી 17 બેઠક ભાજપના ફાળે ગઈ છે. તો કોંગ્રેસે ખેડબ્રહ્મામાં 11 બેઠક ઉપર જીત મેળવી છે. ભાજપના કાર્યકરો અને ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે

જુનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ જાહેર

February 18, 2025 12:49

જુનાગઢ મહાનગરપાલિકાના તમામ વોર્ડની મતગણતરી પૂર્ણ થઈ. 60 બેઠક માટે ગણતરી પૂર્ણ થઈ.

ભાજપના ફાળે 48 બેઠક

  • કોંગ્રેસના ફાળે 11 બેઠક
  • અપક્ષ એક ઉમેદવાર વિજય
  • મહાનગરમાં ભાજપનું શાસન યથાવત

પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય

February 18, 2025 12:47

રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની 20 અને ભાજપની 8 સીટ, કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની 14 અને ભાજપની 10 સીટ

મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય

February 18, 2025 12:40

  • લુણાવાડા નગરપાલિકામાં વર્ષો પછી ભાજપનો વિજય થયો
  • લુણાવાડા નગરપાલિકામાં ભાજપ 16, કોંગ્રેસ 11, અન્ય પક્ષ 01
  • સંતરામપુર નગરપાલિકામાં ભાજપ 15, કોંગ્રેસ 07, અન્યપક્ષ 02
  • બાલાસિનોર નગરપાલિકામાં ભાજપ 16, કોંગ્રેસ 09, અન્યપક્ષ 03
  • 2 તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય

જીલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપનો વિજયને લઈ ઉજવણી કરાઈ

કરજણ નગરપાલિકામાં ભાજપનો વિજય થતા વિજય સરઘસ કાઢ્યું

February 18, 2025 12:36

vadodara bjp raily

વડોદરામાં કરજણ નગરપાલિકામાં 19 બેઠક પર ભાજપનો વિજય થતા વિજય સરઘસ કાઢ્યું, ડી.જે અને આતશબાજી સાથે વિજય સરઘસ નીકળ્યું. ભાજપના ભવ્ય વિજયને શહેર ભાજપ પ્રમુખ જયદીપ ચૌહાણે જનતાનો વિજય ગણાવ્યો. ધારાસભ્ય અક્ષય પટેલે નિવેદન આપ્યું કે વિકાસની રાજ નીતિને કરજણની જનતાએ સ્વીકારી. જયદીપ ચૌહાણે કહ્યું કે લોકોએ વિકાસને વધાવ્યો છે. વોર્ડ 7 ગુમાવ્યો છે અહીં અમે વધુ કામ કરીશું.

બોટાદના ગઢડા નગરપાલિકાની 24 બેઠકોના ચૂંટણી પરિણામ બાદ ભાજપ-કોંગ્રેસની પ્રતિક્રિયા

February 18, 2025 12:25

બોટાદના ગઢડા નગરપાલિકાની 24 બેઠકોના ચૂંટણી પરિણામ બાદ ભાજપ પ્રમુખે કહ્યું, ભાજપને ગત ટર્મ કરતા 2 બેઠકો ઓછી મળી છે જેથી અમે એનાલીસીસ કરશું. સતત 30 વર્ષથી ગઢડાની પ્રજા ભાજપને વિજય બનાવે છે. 7મી ટર્મમા પણ ભાજપને બહુમતી મળતા મતદારોનો આભાર માન્યો. જયારે કોંગ્રેસ પ્રમુખે કહ્યું, ગત ટર્મ કરતા આ વખતે કોંગ્રેસને 2 બેઠકો વધારે મળી છે.

1 હજાર નગરપાલિકાની બેઠકો પર ભગવો લહેરાયો

February 18, 2025 12:08

જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

February 18, 2025 12:08

જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપનો કબજો. પાલિકાની વોર્ડ 11 માં 44 બેઠકોમાંથી ભાજપ - 32, અપક્ષ - 11 કોંગ્રેસ - 1 પર વિજેતા. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો. જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો વાઇટ વોશ કર્યો. ધારાસભ્ય જયેશ રાદડિયા પાલિકાના સદસ્યોને વધાવ્યા.

ખેડાના મહેમદાવાદમાં જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા

February 18, 2025 12:08

ખેડાના મહેમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા. મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલની ઘટના હોવાનું જણાવાઈ રહ્યું છે. મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા.

ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર ત્રણમાં ભાજપનો વિજય

February 18, 2025 12:08

ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર ત્રણ વડવાડમાં પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાએ કોંગ્રેસના હિમતભાઈ મેણીયાને 3014 મતે પરાજય આપ્યો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો મત ગણતરી કેન્દ્રએ ઉમટી પડ્યા હતા. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી.

ડાકોર નગરપાલિકામાં ટાઈ પડી

February 18, 2025 11:59

ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો વિજય ઉત્સવ

February 18, 2025 11:52

ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો વિજય થતા સાંસદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું, આ જીત ચોરવાડવાસીઓની જીત છે. ચોરવાડવાસીઓના સપના હવે પૂરા થશે. ચોરવાડને પ્રવાસન તેમજ જેટીનો વિકાસ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.

જામજોધપુર નગરપાલિકામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું

February 18, 2025 11:34

જામજોધપુર નગરપાલિકામાં તમામે તમામ વોર્ડ ભાજપના ખાતામાં ગયા. સાત વોર્ડની તમામ 28 બેઠકો ભાજપે કબજે કરી. ઢોલ અને ડીજેના તાલે ઉજવણી કરી.

આણંદના બોરીયાવી પાલિકાની 24 બેઠકો પૈકી 10 ઉપર ભાજપનો વિજય

February 18, 2025 11:28

બોરીયાવી પાલિકાના વોર્ડ 5માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા રીકાઉન્ટિંગ મંગાયું. જોકે વીજળી ડુલ થતા મતગણતરી અટકી; વીજ પુરવઠો યથાવત થતા શરૂ થશે ગણતરી.

હાલોલ નગર પાલિકા ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

February 18, 2025 11:24

હાલોલ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકમાંથી 34 બેઠકો ભાજપના ફાળે. 2 બેઠક પર ભાજપના સમર્થનવાળા અપક્ષ ઉમેદવારની જીત થઈ. સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પ્રતિક્રિયા આપતા કહ્યું, આ જીત ભારતીય જનતા પાર્ટીની નથી આ વિકાસની જીત છે. હાલોલ નગરમાં છેલ્લા 25 વર્ષમાં સત્તત વિકાસના પંથે આગળ રહ્યું છે તેના સાક્ષી નગરજનો છે. આજે જાહેર થયેલ પરિણામમાં ભારતીય જનતતા પાર્ટી તમામ બેઠક કબજે કરવામાં સફળ રહ્યું છે.

જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

February 18, 2025 11:17

જેતપુર નગરપાલિકાની 44 બેઠકમાંથી 23 બેઠક ઉપર ભાજપની જીત, જેતપુર પાલિકાના 11 વોર્ડમાંથી 23 બેઠક ભાજપને મળી. 8 બેઠક અપક્ષને જ્યારે 1 બેઠક કોંગ્રેસને મળી. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો.

જૂનાગઢમાં કોંગ્રેસનો હારેલો ઉમેદવાર ભાજપમાં ભળ્યો

February 18, 2025 11:12

વોર્ડ નંબર 9ના કોંગ્રેસના હારેલા ઉમેદવારે ભાજપના જીતેલા ઉમેદવારના હાથે ખેસ પહેર્યો. આકાશ કટારાએ મહિપાલસિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો. મહિપાલસિંહ બસિયાએ કહ્યું, કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી લડવા માટે ફંડ આપવામાં આવ્યું નહીં.

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: સુરતમાં ભાજપનો સપાટો, જીતની ઉજવણીમાં કરાઇ આતશબાજી

February 18, 2025 11:09

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસને મોટી સફળતા

February 18, 2025 11:03

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં ગત નગરપાલિકાની ચૂંટણીમાં 28 માંથી એક પણ બેઠક કોંગ્રેસને મળી ન હતી. મધ્ય સત્ર ચૂંટણીમાં 28 પૈકી 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા. વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક અને માળીયા તાલુકા પંચાયતની સરવડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો.

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: દ્વારકા નપામાં ભાજપનો દમખમ, ખુશીથી ઝૂમી ઉઠ્યા જીતેલા ઉમેદવારો

February 18, 2025 11:03

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: પાટણમાં પંજો સુસ્ત, વિનર ઉમેવારોને સમર્થકોએ વધાવ્યા

February 18, 2025 11:03

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: તાપીમાં ભગવો લહેરાયો, ઉમેદવારોએ કરી ભવ્ય જીતની ઉજવણી

February 18, 2025 10:56

સ્થાનિક સ્વરાજ પર કોનો સકંજો?

February 18, 2025 10:53

દ્વારકા નગરપાલિકા સમાન્ય ચૂંટણીનું પરિણામ

February 18, 2025 10:52

દ્વારકા નગરપાલિકામાં વોર્ડ નંબર 3 અને 4 ભાજપને બિનહરીફ જીત થઈ, વોર્ડ નંબર 1 અને 2માં ભાજપની પેનલનો વિજય થતાં દ્વારકા પાલિકામાં ભગવો લહેરાયો.

સાણંદ નગરપાલિકામાં ભાજપની સત્તા

February 18, 2025 10:52

સાણંદ નગરપાલિકામાં 28 બેઠકમાંથી 16 બેઠક ભાજપે જીતી, સાણંદમાં બહુમતી માટે 15 બેઠક જરૂરી; કોંગ્રેસનું હજુ એક પણ બેઠક પર ખાતું નથી ખૂલ્યું.

ખેડાના ચકલાસીમાં વિજેતા ઉમેદવારે ચલણી નોટો ઉછાળી

February 18, 2025 10:48

ચકલાસી નગરપાલિકામાં વોર્ડ 2ની ચાર પેનલમાં ભાજપનો ઝંડો લહેરાયો, ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ 2માં ચાર બેઠકો જીતી. જીતના જશ્નમાં 50 રૂપિયાની નોટો ઉછાળવામાં આવી. સમર્થકો દ્વારા જીતના જશ્નમાં 50ની નોટો ઉછાળતા દ્રશ્યો કેદ થયાં.

જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી તમામ 9 બેઠકો પર ભાજપનો વિજય

February 18, 2025 10:42

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 3 મતગણતરી રસપ્રદ

February 18, 2025 10:35

વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર રામજી પંડ્યાએ રીકાઉન્ટિંગની માંગ કરી. ભાજપ-અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. વોર્ડ નં 3 માં 30 વોટનું જ માર્જિન હોવાને લઈ રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી.

હળવદ વોર્ડ નં 3નું પરિણામ જાહેર થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માહોલ ઉગ્ર

February 18, 2025 10:31

પોલીસે કેસ થાળે પાડવાના પ્રયાસ કર્યા, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે થઈ બબાલ

સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ કાછડીયા આગળ

February 18, 2025 10:26

સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ કાછડીયા આગળ ચાલ રહ્યા છે. ત્યારે તેઓએ જણાવ્યું કે, આ જીત વોર્ડ નંબર 18ના મતદાતાઓની છે. હવે મને જ્યારે છેલ્લા આઠથી નવ મહિનાનો સમય મળ્યો છે. ત્યારે જે પણ કામો બાકી રહ્યા છે તે મતદાતાઓ સાથે મળીને પૂર્ણ કરવામાં આવશે.

જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામમાં ઉલટફેર

February 18, 2025 10:18

પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર; વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી. ભાજપના ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસા, આકાશ કટારાની જીત.

કચ્છની ભચાઉ નગરપાલિકાની 28 બેઠકનું પરિણામ જાહેર

February 18, 2025 10:14

કચ્છ ભચાઉ નગરપાલિકાની 28 બેઠકનું પરિણામ જાહેર, વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર; તમામ 28 બેઠક ઉપર ભાજપની જીત, 7 વોર્ડની 28 બેઠક ઉપર ભાજપની જીત

ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર

February 18, 2025 10:07

ચોરવાડ નગર પાલિકામાં કોંગ્રેસના વિમલ ચૂડાસમા હાર્યા. વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડી હતી. વોર્ડ નંબર 3માં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતની પેનલની હાર થઈ. ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડસમાએ ઉમેદવારી નોંધાવી હતી.

સ્થાનિક ચૂંટણી પરિણામ: કમળના ઢોલ ઢમક્યા, પંજો પડ્યો ઢીલો

February 18, 2025 09:43

  • વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારની જીત
  • ચલાલા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
  • હારીજ નગરપાલિકામાં ભાજપની ચાર બેઠક ઉપર જીત
  • પ્રાંતિજમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
  • રાપરના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
  • રાજુલામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
  • વંથલી વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
  • બિલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા
  • જોમજોધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવારની જીત
  • પારડી નગરપાલિકામાં ભાજપના ચારેય ઉમેદવાર વોર્ડ નંબર 1માં જીત્યા
  • બોરિયાવી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપના 3, કોંગ્રેસનો 1 ઉમેદવાર જીત્યો
  • કોડિનારમાં ભાજપના 4 ઉમેદવારોની જીત
  • આંકલાવ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના 1 જ્યારે 3 અપક્ષ ઉમેદવારની જીત
  • કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
  • છોટાઉદેપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં 1 કોંગ્રેસ, 3 અપક્ષ ઉમેદવારની જીત

સાણંદ વોર્ડ-1માં ભાજપના 4 ઉમેદવાર જીત્યા

February 18, 2025 09:38

સાણંદના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારની જીત થઈ. જીત થતા ભાજપ ઉમેદવાર ધૃમીન દોશીએ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, અમારે માત્રને માત્ર વિકાસ જ કરવો છે. ધૃમીન જોશીએ વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધવાની વાત કરી. સાથે જ કહ્યું કે વોર્ડ નંબર 1માં ડ્રેનેજની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવીશું.

આટલી બેઠકો પર ભાજપની જીત

February 18, 2025 09:20

  • ધ્રોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી
  • લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી
  • સોનગઢના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
  • સાણંદ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
  • ચોરવાડમાં ભાજપનો ચાર બેઠક ઉપર વિજય
  • માણસાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત

દ્વારકાની ભાણવડ નગરપાલિકાની મતગણતરી શરૂ

February 18, 2025 09:19

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી ચાલુ થઈ. કુલ 6 વોર્ડની ભાણવડ નગરપાલિકામાં 2 વોર્ડ બિનહરીફ જાહેર થયા હતા. ભાણવડ પાલિકામાં 4 વોર્ડમાં થયેલ મતદાનની ગણતરી ચાલુ થઈ.

દેવગઢ બારીઆમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતગણતરી શરૂ કરાઈ

February 18, 2025 09:19

દેવગઢ બારીઆમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મોડર્ન સ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરાઈ. નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો ઉપર 80 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

  • ભાજપ - 22, કોંગ્રેસ - 24, આપ - 12, અપક્ષ - 24
  • 78.28 ટકા મતદાન નોંધાયો હતું.
  • પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોને આપવામાં આવ્યો પ્રવેશ
  • વોર્ડ નંબર એકની ગણતરી શરૂ કરવામાં આવી.

ખેડબ્રહ્મામાં નગરપાલિકાની મતગણતરી

February 18, 2025 09:17

સાબરકાંઠા ખેડબ્રહ્મામાં નગરપાલિકાની મતગણતરી તાલુકા સેવાસદન ખાતે મત ગણતરી શરૂ થઈ. 8 તબક્કામાં મતગણતરી થશે. મત ગણતરી એક નંબર વોર્ડ મુજબ શરૂ કરવામાં આવી. ઉમેદવારો અને તેમના સમર્થકોને હોલમાં એન્ટ્રી અપાઈ.

સુરત મનપા વોર્ડ નં 18ની પેટાચૂંટણીની મતગણતરી શરૂ

February 18, 2025 09:17

સ્ટ્રોંગ રૂમમાંથી EVM બહાર લાવવામાં આવ્યા, મતગણતરી હોલમાં મતગણતરી શરૂ થઈ.

None

February 18, 2025 09:14

ધંધુકા નગરપાલિકા ચૂંટણીને લઈ મતગણના શરૂ કરવામાં આવી. પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 60 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીમાં 57.13 ટકા મતદાન નોંધાયું હતું.

જામનગર જિલ્લાની 3 નગરપાલિકાની મતગણતરી

February 18, 2025 09:14

ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરની નગરપાલિકાની મતગણતરી શરૂ થઈ. ધ્રોલ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકોના પરિણામ આવશે. કાલાવડ નગરપાલિકાના 7 વોર્ડ 27 બેઠકોના પરિણામ આવશે. જામજોધપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની મતગણતરી શરૂ થઈ. તમામ નગરપાલિકામાં 4 ટેબલમાં વોર્ડ મુજબ રાઉન્ડમાં ગણતરી થશે. જામનગર તાલુકા પંચાયતની જામવંથલી બેઠકની પેટાચૂંટણીની ગણતરી 2 ટેબલમાં થશે.

દ્વારકા નગરપાલિકા ચૂંટણીની મતગણતરી

February 18, 2025 09:10

દ્વારકા નગરપાલિકા ચૂંટણી માટે NDH હાઈસ્કૂલ ખાતે મતગણતરી ચાલુ થઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ઉમેદવારો તથા તેમના ટેકેદારોના લોકો ઉમટ્યા.

માણસા વોર્ડ નંબર 1 અને સાણંદ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજયી

February 18, 2025 09:10

માણસા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજયી, તો માણસા નગરપાલિકામાં 4 બેઠક ઉપર ભાજપની જીત. સાણંદ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજયી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે મતગણતરી

February 18, 2025 09:07

કરજણ નગર પાલિકા 28 બેઠકો માટે મત ગણતરી શરૂ થઈ. 28 બેઠકોની ચાર રાઉન્ડમાં ઇવીએમ ગણતરી કરવામાં આવશે. 7 વોર્ડની 28 બેઠક પર 85 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા.

સ્થાનિક સ્વરાજ ચુંટણી મતગણતરી

February 18, 2025 09:07

પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં એક બેઠક માટે મતગણતરી શરૂ થઈ. છ બુથ માટે 3 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. તાલુકા પંચાયતની વડુ બેઠક માટે મત ગણતરી થશે, જેમાં 7 બુથ માટે 4 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવશે. ભાજપ - કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.

મહિલા ઉમેદવારોએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ

February 18, 2025 09:05

સાણંદમાં મત ગણતરી શરૂ થાય એ પહેલા મહિલા ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપની મહિલા ઉમેદવારો દ્વારા ભાજપની જીત વ્યક્ત કરવામાં આવી. ભાજપના ઉમેદવારોએ સાણંદમાં સમસ્યાઓ હોવાની કબૂલ્યું. જો ભાજપની સત્તા આવશે તો તમામ સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવશે.

ધંધુકા કિકાણી કોલેજ ખાતે મત ગણતરી શરૂ

February 18, 2025 09:03

ધંધુકા કિકાણી કોલેજ ખાતે મતગણના કેન્દ્ર પર 9 વાગે મતગણતરીનો આરંભ થશે. મતગણતરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 1 ASP, 1 PI, 3 PSI, અને પોલીસ હોમગાર્ડનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બોટાદ નગરપાલિકાની 9 વોર્ડની 34 બેઠકોની મતગણતરી

February 18, 2025 09:00

બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં 31.17 ટકા મતદાન થયું હતું. મોડેલ સ્કૂલમાં સવારના 9 વાગ્યે મતગણતરી શરૂ થશે. 9 રાઉન્ડમાં યોજાશે મતગણત્રરી જેમાં દરેક વોર્ડમાં 1 રાઉન્ડમાં મતગણતરી થશે.

સાણંદમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો

February 18, 2025 08:59

સાણંદમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ EVM મશીનના શીલ ચેક કર્યા. તમામ ઉમેદવારોને સ્ટ્રોંગ રૂમ ચેક કર્યા બાદ બહાર અન્ય સ્થળે જવાની સૂચના આપી, સાણંદ નગરપાલિકામાં 7 વોર્ડની 27 બેઠકો પર મતગણતરી થશે.

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ

February 18, 2025 08:47

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. 52 બેઠક માટેની મતગણતરી ચાલુ થઈ. મત ગણતરી કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ 48 ટેબલ પર 2-2 રાઉન્ડમાં ગણતરી થશે.

તાલુકા પંચાયતની પેટાચૂંટણી

February 18, 2025 08:14

  • કુલ બેઠકો- 91, બિનહરીફ- 12 બેઠકો
  • ભાજપ - 11 બેઠકો
  • અન્ય - 01 બેઠક
  • કુલ 76 બેઠકોના પરિણામ

તાલુકા પંચાયત ચૂંટણી

February 18, 2025 07:56

  • ગાંધીનગર - 28 બેઠક
  • ખેડા - 50 બેઠક

જિલ્લા પંચાયત પેટાચૂંટણીમાં 8 બેઠકો પર આવશે પરિણામ

February 18, 2025 07:38

જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં કુલ 9 બેઠક પર મતદાન થયું હતું, જેમાં એક પંચમહાલ શિવરાજપુર બેઠક ભાજપને ફાળે, જયારે 8 બેઠકો પર પરિણામ આવશે.

મધ્યસત્ર ચૂંટણી

February 18, 2025 07:31

બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના 18 વોર્ડ પૈકી 4 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા છે. કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થઈ છે જ્યારે 49 બેઠકો પર ચૂંટણીનું પરિણામ આવશે. બોટાદની 44 બેઠકોમાંથી ભાજપને બિનહરીફ 10 બેઠકો મળી છે, જયારે વાંકાનેરની 28 બેઠકોમાંથી ભાજપને 11 બિનહરીફ બેઠકો મળી છે, જયારે કોંગ્રેસને 1, અને અન્યને 1 બિનહરીફ મળી છે.

લાઇવ ટીવી

logo લાઇવ ટીવી
વધુ જુઓ log

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ