બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા નગરપાલિકાનું શાસન હવે ભાજપના હાથમાં, પંજો ઢીલો પડ્યો
Last Updated: 01:23 PM, 18 February 2025
સ્થાનિક સ્વરાજના ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે તેમજ કોંગ્રેસની ફરીએકવાર ઈતિહાસિક હાર થાય તેવી શક્યતાઓ છે. મહુધા પાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ આ વખતે ભાજપે કબજો જમાવી લીધો છે.
ADVERTISEMENT
મહુધા પાલિકામાં ભગવો લહેરાયો
ADVERTISEMENT
મહુધા પાલિકામાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા પાલિકામાં ભગવો લહેરાયો છે. કુલ 06 વોર્ડની 24 બેઠક છે. જેમાં ભાજપના ફાળે 14 બેઠક ગઈ છે જ્યારે અન્યના ખાતામાં 10 બેઠક ગઈ છે.
હાલોલની તમામ 36 બેઠક પર કમળ ખીલ્યું
પંચમહાલની હાલોલ નપાની તમામ 36 બેઠક પર કસેરીયો લહેરાયો છે. કુલ 9 વોર્ડના 36 બેઠકો પૈકી 21 બિનહરીફ થઈ હતી જ્યારે 15 બેઠકો પર ચૂંટણી યોજાયેલી હતી જેમાં પણ ભાજપનો વિજય થયો છે. તો આ તરફ દ્વારકામાં પણ તમામ 28 સીટ પર ભાજપની જીત થઈ છે.
હારીજ ભાજપનો ભગવો લહેરાયો
પાટણના હારીજ નગર પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. તમામ 24 બેઠકના પરિણામ જાહેર થયો છે જેમાં ભાજપને 14, કોંગ્રેસને 10 બેઠક મળી છે.
આ પણ વાંચો: 34 નગરપાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો, કુલ 700થી વધુ બેઠકો પર કમળ ખીલ્યું
ભચાઉમાં ભાજપની જીત
કચ્છની ભચાઉ નગરપાલિકાની 28 બેઠકનું પરિણામ જાહેર થયું છે. જે તમામ બેઠક પર ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપના ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 28 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો બિનહરીફ જીતી હતી. જ્યારે બાકીની બેઠકો માટે વોર્ડ નંબર 1, 2, 3 અને 6માં મતદાન યોજાયું હતું જે પણ ભાજપે કબજે કરી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.