બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક વોટની કિંમત શું છે, તે છોટા ઉદેપુર ન.પાની ચૂંટણીએ સમજાવ્યું, સમર્થકોમાં ખુશીની લહેર
Last Updated: 03:26 PM, 18 February 2025
આપણે દરેક ચૂંટણીમાં મતદાન તો કરીએ જ છીએ. આપણે ઘણી વાર આપણાં મતની કિંમત નથી જાણતા અને કોઈ વાર મતદાન કરવાનું પણ ટાળતા હોઈએ છીએ. મતદારો સામાન્ય રીતે મતની શક્તિને ઓછી આંકે છે અને ઘણી વખત મત આપવા જતા નથી. જોકે ઈતિહાસમાં ચૂંટણીના તહેવારો દરમિયાન આવા ઘણા પ્રસંગો જોવા મળ્યા છે જ્યારે એક મતે ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો હોય છે. આવો જ કિસ્સો ધ્યાને આવ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. છોટાઉદેપુરમાં ફક્ત એક જ વોટથી ઉમેદવારનો વિજય થયો છે.
ADVERTISEMENT
મુફિસ શેખનો ફક્ત એક જ વોટથી વિજય થયો
ADVERTISEMENT
છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો ફક્ત એક જ વોટથી વિજય થયો છે. વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના 3 અને અપક્ષના એક ઉમેદવારની જીત થઈ છે. ત્યારે સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે. જેમાં ઉમેદવાર મુફીસ શેખની ફક્ત એક વોટથી જીત થઈ છે. છોટાઉદેપુર નગરપાલિકામાં કુલ 07 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ભાગે 8, સપા 6 અને બસપા 4 તેમજ કોંગ્રેસના ખાતામાં 1 અને અન્યના ખાતામાં 9 બેઠક ગઈ છે.
કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે તેમજ કોંગ્રેસનો સફાયો થયો છે. રાજ્યના 68માંથી 67 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 67માંથી 60 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે તો ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે.
આ પણ વાંચો: ભલે 62 નગરપાલિકામાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો, પરંતુ અહીં તો ખાતું જ ના ખુલ્યું, 4 જગ્યાએ સૂપડાં સાફ
167 બેઠકો બિનહરીફ થઈ
ગુજરાતની 66 નગરપાલિકાઓ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ બિનહરીફ થયા હતા જ્યારે કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. જેમા ભાજપે 162, કોંગ્રેસ 01, અન્યના ખતામાં 04 બિન હરીફ ગઈ છે. 1677 બેઠક પરનું ચૂંટણી પરિણામ આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.