gujarat local body election 2021 recruitment poster
ચૂંટણી /
`ભરતી નહીં તો મત પણ નહીં' શિક્ષિત બેરોજગારી ભાજપનું ટેન્શન વધારશે?
Team VTV12:59 PM, 27 Feb 21
| Updated: 01:07 PM, 27 Feb 21
શિક્ષિત યુવા બેરોજગાર આંદોલન ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યુ છે. સુરત જિલ્લામાં લાગ્યા શિક્ષિત યુવા બેરોજગારના બેનરો લાગ્યા છે.
બેરોજગાર આંદોલન ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યું
અનેક જગ્યાએ લાગ્યા બેનરો
ભરતી નહીં તો મત નહી
ભરતી નહીં તો મત પણ નહીંના સ્લોગનો સાથે બેનરોએ વિવાદ જગાવ્યો છે. આ પોસ્ટરો નવાગામ અને કામરેજ જિલ્લાના વિસ્તારોમાં લાગ્યા છે.
ભાજપની પણ ઉંઘ ઉડી ગઈ
ગુજરાતમાં આવતીકાલે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન યોજાવાનું છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ચુકી છે અને તેના પરિણામ પણ આવી ચુક્યા છે જેમાં સુરતમાં આપને 27 બેઠકો મળી છે જેને પરિણામે કોંગ્રેસનો સફાયો થયો છે પણ ભાજપની પણ ઉંઘ ઉડી ગઈ છે એવામાં શિક્ષિત બેરોજગારી અંગેના પોસ્ટરો ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે.
સુરતમાં ઠેરઠેર બેનરો લાગ્યા
ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલના હોમટાઉન સુરતમાં આપે પગપેસારો કર્યો છે. ત્યારે મહાનગરપાલિકા બાદ હવે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે હવે સુરતમાં ઠેરઠેર બેનરો લાગ્યા છે.