બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રશ્નોત્તરી કાળથી આજે શરૂ થશે ગુજરાત વિધાનસભા બેઠકની શરૂઆત, જાણો કયા-કયા મુદ્દાઓ ચર્ચાશે
Last Updated: 08:47 AM, 25 March 2025
ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યો છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યાથી વિધાનસભાની બેઠક શરૂ થશે. જેની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે તેમજ નાણાં, ઉર્જા, જળ સંપત્તિ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા થશે.
ADVERTISEMENT
વિધાનસભા બેઠકમા દિવસની કામકાજની યાદી
ADVERTISEMENT
સહકાર તથા પ્રોટોકોલ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે જેમાં પ્રશ્નોત્તરી કાળ બાદ માગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આજે વિધાનસભા સત્રના કાર્યક્રમની વાત કરીએ તો સૌ પ્રથમ તારંકિત પ્રશ્નોત્તરી થશે ત્યારબાદ કામકાજ સલાહકાર સમિચિના નવમા અહેવાલની રજૂઆત કરવામાં આવશે. જે પછી, સંસદીય બાબતોના મંત્રી પ્રસ્તાવ અને ત્યારબાદ માગણીઓ પર ચર્ચા અને મતદાન (અગિયારમો દિવસ).
માગણીઓ પર ચર્ચા અને મતદાન (અગિયારમો દિવસ)
આ પણ વાંચો: આણંદ ફરી નશાખોરીઓની ઝપેટમાં! ઝડપાયો લાખોનો વિદેશી દારૂ, સાથે 1.46 કિલો ગાંજો કરાયો જપ્ત
જાહેર હિસાબ સમિતિનો ત્રીજો અને ચોથો અહેવાલ રજૂ કરાયો હતો
ગઈકાલે પંદરમી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો ત્રીજો અને ચોથો અહેવાલ રજૂ કરાયો હતો તેમજ ગુજરાત સ્ટેમ્પ (સુધારા) વિધેયકને રાજ્યપાલની ભલામણ અંગેનું પત્રક ભાગ-2 અને ગુજરાત વિનિયોગ (વધારાના ખર્ચ) વિધેયકને રાજ્યપાલની ભલામણ અંગેનું પત્રક ભાગ-૨ રજૂ કરવામાં આવ્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.