બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / GUJARAT LAST 8 CYCLONE

Tauktae Cyclone / છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં 8 વાવાઝોડાએ મચાવ્યો કહેર, જાણો કયા નામથી ક્યારે આવ્યું વાવાઝોડું અને શું થઈ અસરો

Bhushita

Last Updated: 06:58 AM, 18 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 6 વર્ષમાં ઘણા વાવાઝોડા છે જેનો ખતરો ગુજરાત પર હતો પરંતુ અંતિમ સમયે તે પલટાઈ ગયા છે.

  • ગુજરાતમાં સતત રહે છે વાવાઝોડાનો કહેર
  • છેલ્લા 6 વર્ષમાં 8 વાવાઝોડા ગુજરાતમાં ત્રાટક્યા
  • એક પણ વાવાઝોડાએ અડીખમ ગુજરાતને હલાવ્યું નથી

 

સૌથી વધુ દરિયાકાંઠો હોવાને કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વધારે રહે છે. પરંતુ છેલ્લા 6 વર્ષમાં ઘણા વાવાઝોડા છે જેને ખતરો ગુજરાત પર હતો પરંતુ અંતિમ સમયે તે પલટાઈ ગયા છે. સોમનાથ દાદા અને દ્વારિકાધિશની દયાથી આ વાવાઝોડા રાજ્યનું કંઈ પણ બગાડી શક્યા નથી. કયા હતા એ વાવાઝોડા? અને કેવી રીતે અંતિમ સમયે તેમણે બદલી દીધી હતી દિશા?.  

છેલ્લા 6 વર્ષમાં એક પણ વાવાઝોડું રાજ્યનું કંઈ બગાડી શક્યું નથી

ગુજરાત સંતોની ભૂમિ કહેવાય છે અને તેમાં પણ સૌરાષ્ટ્રની ધરતીએ અનેક સંત, મહાત્મા અને શૂરવીરો આપ્યા છે અને તેથી જ આ ભૂમિ પર અનેક દેવો, ઋષિમુનીઓએ કાંતો અવતાર લીધો છે કાંતો કર્મભૂમિ સૌરાષ્ટ્રને બનાવી છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવું સોમનાથ આવેલું છે તો દ્વારકામાં પ્રભુ દ્વારિકાધિશ વસે છે. આ સિવાય પણ અનેક ધાર્મિકસ્થાનો અહીં આવેલા છે. અને કદાચ તેથી જ સૌથી વધારે ખતરો હોવા છતાં પણ છેલ્લા 6 વર્ષમાં એક પણ વાવાઝોડું રાજ્યનું કંઈ બગાડી શક્યું નથી. ત્યારે કયા વાવાઝોડા જે સૌરાષ્ટ્ર તરફ આગળ તો વધ્યા હતા પરંતુ અંતિમ સમયે તેમણે દિશા બદલી દીધી અને ત્રાટકી ન શક્યા? 
 


13 જૂન 2019ના દિવસે વાયુ નામના વાવાઝોડાએ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા

સૌથી પહેલા વાત કરીએ 29 ઓક્ટોબર 2019માં આવેલા કયાર નામના વાવાઝોડાની..તો અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને કારણે ઉદભવેલું ક્યાર વાવાઝોડું છેલ્લા 12 વર્ષનું સૌથી તીવ્રતમ સુપર સાઈક્લોન ગણાતું હતું. 29 અને 30 ઓક્ટોબરે કયાર રાજ્યના દરિયાકાંઠે ત્રાટકે તેવી દહેશત હતી . પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું આ વાવાઝોડું અંતિમ સમયે ઓમન તરફ ફંટાઈ ગયું હતું...જો કે ઓમાન પહોંચે તે પહેલા જ કયાર દરિયામાં જ સમાઈ ગયું હતું. ત્યાયાર બાદ 13 જૂન 2019ના દિવસે વાયુ નામના વાવાઝોડાએ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. છેક દિલ્લીથી NDRFની ટીમો રાહત કાર્ય માટે આવી પહોંચી હતી. 12 જૂનની મધ્યરાત્રીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાયુ 120થી 145 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ત્રાટકવાની આગાહી હતી. પરંતુ ચમત્કારી રીતે વેરાવળના કાંઠા સુધી પહોંચ્યા બાદ વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં પાછું ફંટાયું હતું અને ગુજરાત આ વાવાઝોડાના વિનાશથી બચી ગયું હતું.


 
17 મે 2018ના દિવસે દરિયામાં સાગર નામના વાવાઝોડાએ આકાર લીધો હતો

તો 17 મે 2018ના દિવસે દરિયામાં સાગર નામના વાવાઝોડાએ આકાર લીધો હતો. પરંતુ ગુજરાત પહોંચે તે પહેલા જ તે યમન તરફ ફંટાઈ ગયું હતું જેના કારણે રાજ્ય પરથી ખતરો ટળી ગયો હતો. તો વર્ષ 2017માં ડિસેમ્બર માસની 4 તારીખે ઓખી નામના વાવાઝોડાએ તમિલનાડુ અને કેરળમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. અને ત્યારબાદ તે ગુજરાત તરફ આગળ વધ્યું હતું. પરંતુ લક્ષદીપ અને મહારાષ્ટ્રને પાર કર્યા બાદ તે વિખેરાઈ ગયું હતું. 

31 ઓક્ટોબર 2015ના રોજ અરબી સમુદ્રમાં ચપાલા ચક્રાવાત આવ્યું

31 ઓક્ટોબર 2015ના રોજ અરબી સમુદ્રમાં ચપાલા નામના ચક્રવાત સર્જાયું હતું. ચપાલા ગુજરાત તરફ આવવાનું હતું પરંતુ તે પહેલા જ તે ઓમાન તરફ જતું રહ્યું હતું. જેના કારણે રાજ્યમાં દીવાળીના તહેવારો ટાણે ટોળાતો ખતરો ટળી ગયો હતો.

10 જૂને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં અશોબા નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું 

અશોબા પણ ઓમાન તરફ ફંટાઈ જતાં ગુજરાત પર ઘાત ટળી હતી. 
 
2014માં દિવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં નિલોફર નામના વાવાઝોડાએ આકાર લીધો

વર્ષ 2014માં દિવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં નિલોફર નામના વાવાઝોડાએ આકાર લીધો હતો. તેની અસરને ખાળવા માટે રાજ્ય સરકારે જોરદાર તૈયારીઓ કરી હતી. કચ્છમાં આની અસર વધારે થવાની હતી જેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ નુકસાનનું આંકલન પણ કરી લીધું હતું. પરંતુ 29 ઓક્ટોબર 2014ના દિવસે આ નિલોફર ગુજરાત આવે તે પહેલા જ સમુદ્રએ તેને પોતાનામાં સમાવી લીધું હતું. આ જ વર્ષે 13 જૂને અરબી સમુદ્રમાં વેરાવળથી 590 કિલોમીટર દૂર નનૌક નામનું ચક્રવાત સર્જાયું હતું. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાત તરફ આવે તે પહેલા જ નનૌક ઓમાન તરફ વળી ગયું હતું. જેથી સૌરાષ્ટ્રને મોટો ખતરો ટળ્યો હતો. 
 
 ગુજરાત તરફ આવતા અનેક વાવાઝોડા અંતિમ સમયે ફંટાઈ જાય છે. જેને સૌરાષ્ટ્રના લોકો પ્રભુ દ્વારિકાધિશ અને દેવાધિદેવ મહાદેવની કૃપા માને છે. અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા મોટાભાગે તે પાકિસ્તાન, યમન અને ઓમાન તરફ જતા રહે છે. જ્યારે બંગાળની ખાડીમાં ઉદભવતા વાવાઝોડા મ્યાનમાર, બાંગ્લાદેશ તરફ ફંટાઈ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone gujarat tauktae cyclone ગુજરાત તૌકતે દિશા બદલી વાવાઝોડુ tauktae Cyclone
Bhushita
Bhushita
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ