બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કચ્છમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતી ત્રિપુટી ઝડપાઈ, સ્ત્રી બનીને રૂપિયા પડાવતા

ગુજરાત / કચ્છમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતી ત્રિપુટી ઝડપાઈ, સ્ત્રી બનીને રૂપિયા પડાવતા

Nidhi Panchal

Last Updated: 08:39 PM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે, જેનો ફાયદો ઉઠાવીને તાંત્રિક વિધિના નામે ઠગાઈ આચરતી એક શાતિર ત્રિપુટીને પધ્ધર પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર સ્ત્રીનો વેશ ધારણ કરી ઘરમાં પ્રવેશી નડતર દૂર કરવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો.

આજના આ આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે, લોકો આજે પણ ચમત્કારો અને તાંત્રિક વિધિઓ પાછળ પોતાના કષ્ટ દૂર કરવા દોડી જતા હોય છે. લોકોની આ જ માનસિકતાનો ગેરલાભ ઉઠાવીને અંધશ્રદ્ધાના નામે લોકો સાથે મોટા પાયે છેતરપિંડી આચરતી એક શાતિર ત્રિપુટીને આખરે કાયદાના સિકંજામાં ઝડપી પાડવામાં આવી છે.

kutch

બાતમીના આધારે ખૂબ જ સફળતાપૂર્વક ઝડપી પાડ્યા

લોકોના વેપાર-ધંધામાં બરકત લાવવી, ઘરમાં રહેલી નડતર અને વાસ્તુદોષ દૂર કરવા તેમજ જીવનની તમામ દુઃખ-તકલીફમાંથી કાયમી મુક્તિ અપાવવાના લોભામણા બહાને નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા પડવાતા ત્રણ રીઢા આરોપીઓને પધ્ધર પોલીસે બાતમીના આધારે ખૂબ જ સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે.

આ ત્રિપુટીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી

આ સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો, તાંત્રિક વિધિના નામે લોકો સાથે ઠગાઈ આચરતી આ ત્રિપુટીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. પકડાયેલા આરોપીઓ પૈકીનો એક ઈસમ સ્ત્રીનો વેશ ધારણ કરતો હતો અને સ્ત્રી તરીકે લોકોનો સંપર્ક સાધી તેમના ઘરમાં પ્રવેશ મેળવતો હતો. પધ્ધર પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન પોલીસને એક મહત્વની બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ મારુતિ અલ્ટો કારમાં ત્રણ ઈસમો શંકાસ્પદ હલચલ સાથે ફરી રહ્યા છે.

Andh-shardha

પોલીસે નાકાબંધી કરીને વાહન રોક્યું

આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરીને વાહન રોક્યું હતું અને તેની ઝીણવટભરી તપાસ કરતા અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ અલગ-અલગ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જઈને ભોળા લોકોનો સંપર્ક કરતા હતા. જેમાંથી એક ઈસમ સ્ત્રીના કપડાં પહેરીને પોતાની પાસે કોઈ દૈવી કે વિશેષ તાંત્રિક શક્તિઓ હોવાનો ખોટો ભાસ ઊભો કરતો હતો. ત્યારબાદ, જે-તે પરિવારના ધંધામાં બરકત કેમ નથી આવતી, ઘરમાં ભારે નડતર છે અથવા વળગાડ છે તેવી ડરામણી વાતો કરીને તેમને સંપૂર્ણ વિશ્વાસમાં લઈ લેતા હતા. આરોપીઓ ગ્રાહકોને ડરાવ્યા બાદ ખાસ પૂજા-પાઠ અને જટિલ તાંત્રિક વિધિ કરવાની તાતી જરૂર હોવાનું કહી લોકો પાસેથી મોટી રોકડ રકમ તેમજ સોના-ચાંદી જેવી કિંમતી વસ્તુઓ પડવી લેતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

તમામ મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત

બીજા તબક્કાની કાર્યવાહીમાં પધ્ધર પોલીસે આ ત્રિપુટી પાસેથી ગુનામાં વપરાયેલી મારુતિ અલ્ટો કાર, મોબાઈલ ફોન, રોકડ રકમ, પૂજા માટેના શ્રીફળ, શુદ્ધ ઘી સહિતનો તમામ મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે. પોલીસની આકરી પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી અરવિંદનાથ પરમાર આ સમગ્ર કૌભાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : આરોગ્ય સાથે ચેડાં! અમદાવાદમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો, અસલી-નકલીની ઓળખ કેવી રીતે કરવી?

મુખ્ય આરોપી અરવિંદનાથ ખૂબ જ મોટો ગુનાહિત ઈતિહાસ

આ મુખ્ય આરોપી અરવિંદનાથ ખૂબ જ મોટો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ રાજકોટ, ગોંડલ, મોરબી, પડધરી તેમજ ગાંધીનગર સહિતના વિવિધ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી અને ઠગાઈના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં પોલીસે મુખ્ય આરોપી અરવિંદનાથ પરમાર, બળવંત હીરાલાલ વાદી અને પરબત નથુભાઈ રાઠોડના કોર્ટમાંથી કાયદેસરના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે આ અંધશ્રદ્ધાની ટોળકીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલા ભોળા લોકો સાથે આ પ્રકારે લાખો રૂપિયાની છેતરપીંડી આચરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સ્થાનિક લોકો સંડોવાયેલા છે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tantrik vidhi cheating Paddhar police arrest Superstition fraud case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ