બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:20 PM, 8 September 2024
ગુજરાતમાં વરસાદ બાદ સ્થિતિ વણસી રહી છે. ગુજરાતમાં રોગચાળાએ ભરડો માર્યો છે જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ભારે વરસાદ અને પૂરના પ્રકોપને પગલે રહસ્યમય તાવના કારણે ચાર બાળકો સહિત 12 લોકોના મોત થયા છે. દર્દીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ ન્યુમોનીટીસ હોવાનું જણાયું હતું, જોકે આની પુષ્ટિ થઈ નથી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, તાલુકામાં તબીબી સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. H1N1, સ્વાઈન ફ્લૂ, ક્રિમિઅન-કોંગો ફીવર, મેલેરિયા, ડેન્ગ્યુના ભયને ધ્યાનમાં રાખીને સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ ચેપી રોગ હોવાનું જણાતું નથી. આ મૃત્યુનું મુખ્ય કારણ ન્યુમોનીટીસ હોવાનું માનવામાં આવે છે. આરોગ્ય વિભાગની 22 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : કેવી રીતે પકવાય ચાઈનીઝ લસણ? 2006થી પ્રતિબંધિત લસણ ગોંડલ કેવી રીતે પહોંચ્યું?
કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે 3 સપ્ટેમ્બરથી બેખાડા, સાણન્દ્રો, મોરગર અને ભરવંધ ગામમાં તાવને કારણે 12 લોકોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.